વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામ ઉપર નગર પાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ડિમોલિશનની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમ છત્તા નગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી બંધ કરવામાં આવી ન હતી. સેલવાસના વોર્ડ ન 1માં પાલિકા દ્વારા ગેર કાયદેસર દબાણો સામે ડિમોલિશનની કામગીરી હાથ ધરતા BJPના કાઉન્સિલર દ્વારા જાહેરમાં કામગીરીનો વિરોધ નોંધાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ નગર પાલિકાના ખાતે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક લોકો દ્વારા પાલિકાની મોન્સૂન પૂર્વે પાલિકાની ડિમોલિશનની કામગીરીને લઈને વિરોધના સુર ઉઠ્યા હતા. નગર પાલિકા ખાતે વોર્ડ ન. 1ના દયાત ફળિયાના સ્થાનિક લોકોએ ગઈકાલના રોજ જર્જરિત રસ્તાને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. નગર પાલિકા દ્વારા જર્જરિત રસ્તાને લઈને મોન્સૂન પૂર્વે રસ્તો બનાવી આપવા માંગ કરવામાં આવી હતી. આજ રોજ નગર પાલિકા દ્વારા રસ્તો બનાવવાની જગ્યાએ ગેર કાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઈને દયાત ફળીયામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરતા સ્થાનિક લોકો અને BJPના કાઉન્સિલરોની નારાજગી જોવા મળી હતી.
નગર પાલિકા દ્વારા મોન્સૂન પૂર્વે જ આ વિસ્તારની દુકાનો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરતા કાઉન્સિલર BJPની સરકાર સામે BJPના જ કાઉન્સિલરોએ બાંય ચઢાવી સામે આવ્યા હતા. પાલિકાના વોર્ડ ન. 1ના BJPના કાઉન્સિલરે સેલવાસ નગર પાલિકાની BJPની સરકાર જો આજ પ્રમાણે નો અભિગમ રહેશે તો ભાજપા પાર્ટી છોડવાની તથા આગામી ઇલેક્શનમાં ભાજપ વિરોધી પ્રચાર કરીને BJPના ઉમેદવારોને હરાવવા ની ઉચ્ચારી ચીમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.