• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • BJP, Congress And Aam Aadmi Party Campaigned With This Age old Belief That Valsad Jeet Would Form The Government In Gandhinagar.

વલસાડ બેઠક પર ત્રિપાંખિયો જંગ:વલસાડ જીતે તેની ગાંધીનગરમાં સરકાર બને, વર્ષો જૂની આ માન્યતા સાથે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચારના શ્રીગણેશ કર્યા

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ વિધાનસભાની બેઠક આ વખતે ચૂંટણી જંગ રસપ્રદ રહેશે કોળી, પટીદારને આદિવાસી સમાજમાંથી અલગ અલગ પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. અનેક મુદ્દાઓ ઉપર વલસાડમાં વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે જાતિય સમીકરણ કામ કરશે કે પછી વિકાસની રાજનીતિ ઉપર લોકો ભરોસો કરશે કે પછી પરિવર્તન આવશે એતો 8મી ડીસેમ્લીબરે માલૂમ પડશે.

વલસાડ વિધાનસભા બેઠક ઉપર 1962થી 1985 સુધી કોંગ્રેસનો કબજો રહ્યો હતો. ત્યાર બાદ 1990થી ભાજપની આંધી એવી ચાલી કે હજુ સુધી ભાજપ જ વલસાડ વિધાનસભા બેઠક ઉપર રહી છે. વલસાડ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ રહ્યો છે. 2 ટર્મથી મોટી લીડથી જીતનાર ભરત પટેલને BJPએ ફરી રિપીટ કર્યા છે. વિકાસની રાજનીતિના નારા સાથે ભરત પટેલએ શકિત પ્રદર્શન કરીને ફોર્મ ભરી ચૂંટણી પ્રચાર આરંભ કરી દીધો છે. છેલ્લા 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસન દરમ્યાન અને છેલ્લા 10 વર્ષમાં ભરતભાઇ પટેલે તેમના સમયમાં કરેલા વિકાસના કામોને લઈને મતદારો પાસે આગામી વિધાનસભા બેઠક ઉપર BJP તરફી મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વલસાડ વિધાનસભા બેઠકના તમામ રેકોર્ડ તોડી જંગી બહુમતીથી ભાજપ પોતાનો કબજો યથાવત રાખશે નો દાવો ભરતભાઇ પટેલે કર્યો છે.

વલસાડ વિધાનસભા બેઠક ઉપર કોળી પટેલના 76 હજાર મતદારો છે. ટંડેલ અને માછી સમાજ 30 હજાર મતદારો છે. ત્યારે આદિવાસી સમાજના 70 હજાર મુસ્લિમ સમાજના 40 હજાર, તેમજ ઉજળીયાત વર્ગ 30 હજાર, તેમજ અન્ય જાતિ ના મતદારો 20 હજાર અંદાજે છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાતિવાદમાં માનતા નથી. તેઓ વિકાસના મુદ્દા સાથે આગળ મતદારો પાસે જશે. ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું કે અહીં માત્ર ભ્રષ્ટચાર થયો છે.

ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને લોકોને મળનારા હક્ક આપવા આમ આદમી પાર્ટી પ્રથમ વખત કેજરીવાલની આગેવાનીમાં ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. વલસાડ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. દિલ્હી અને પંજાબ મોડેલના આગળ કરીને વિકાસના કામો ને જોઈ પ્રજા એ ભરોસો મુક્યો છે. આ વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તનની હવા ચાલી રહી છે. મતદારો ભાજપના વિકલ્પ તરીકે કોંગ્રેસ ઉપર વિશ્વાસ મુકવા તૈયાર નથી મતદારોને BJPનો વિકલ્પ આમ આદમી પાર્ટી તરીકે મેળવ્યો છે. મારદારો આ વિધાનસભાની ચૂંટણીમાં રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચા ને જીત અપાવશે તેવો દાવો કર્યો છે.

વલસાડ વિધાનસભા બેઠક ઉપર 1962 થી 1985 સુધી કોંગ્રેસનો ગઢ રહેલ કોંગ્રેસએ પોતાનો ગઢ પાછો મેળવવા નવા યુવા ચેહરાને પાટીદાર સમાજમાંથી વલસાડ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કમલ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ડબલ એન્જીનની સરકાર સામે પરિવર્તનની કમાન કોંગ્રેસના ઉમેદવારને સોંપી છે. ત્યારે પ્રજાલક્ષી મુદ્દાઓ સાથે કોંગ્રેસ વલસાડ બેઠક ઉપર કબજો કરવા ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે વલસાડ બેઠકનું સમીકરણ જોતા 1990 થી ભાજપ એ પોતાનું વર્ચસ્વ બનાવી રાખ્યું છે. ત્યારે એક તરફ જોઈએ તો ભાજપ પોતાનો ભગવો લહેરાવી રાખશે અને અન્ય બે પક્ષો પોતાની લડત મજબૂત કરશે ત્યારે સંઘર્ષ અને રસપ્રદ રહેશે. વલસાડ નો મુકાબલો ત્યારે 8 તરીકે પેટી ખુલે ત્યારે ખબર પડશે કે વલસાડના મતદારોએ કોને તાજ પહેરાવશે તે ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...