ગુજરાત વિધાનસભા-2022:વલસાડ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત પટેલે ઉમેદવારી પત્ર ભર્યું, ભાજપ કાર્યાલયથી બાઈક રેલી યોજી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વલસાડ વિધાનસભા બેઠકનું વિશેષ મહત્વ ધરાવે છે. વલસાડ વિધાનસભા જે જીતે તેની ગાંધીનગરમાં સરકાર બને તેવી હાઈપ્રોફાઈલ બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઇ પટેલે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતા પૂર્વે વલસાડ કમલમ કાર્યાલયથી કાર્યકર્તાઓ સાથે રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું. સાથે કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ ભરતભાઇ પટેલે વલસાડ વિધાનસભા બેઠકના તમામ રેકોર્ડ તોડીની જંગી બહુમતીથી મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

વલસાડ વિધાનસભા બેઠક ઉપર ભાજપે ફરી ધારાસભ્ય ભરતભાઇ પટેલને ત્રીજી વખત રિપીટ કર્યા છે. ભરતભાઇ પટેલ કોળી પટેલ સમાજના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઇ પટેલના નામની જાહેરાત કરી છે. જેને લઈને ભરતભાઇ પટેલના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વલસાડ વિધાનસભા બેઠકના ઉમેદવાર ભરતભાઇ પટેલે સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાંથી ચંદ્રમોલેશ્વર મંદિરે શંકર ભગવાનના દર્શન કરી ભાજપ ભરતભાઇ પટેલ તેમના પરિવાર સાથે વલસાડના કમલમ કાર્યાલયથી ભરતભાઈ પટેલ તેમના સમર્થકો અને કાર્યકરો સાથે બાઈક રેલી આકારે પહોંચી ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોમ જમા કરાવ્યું હતું. ભરતભાઇ પટેલે આજે વિજય મહુર્તમાં ચૂંટણી અધિકારી સમક્ષ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. વલસાડ વિધાનસભા બેઠક ઉપર જંગી બહુમતી મેળવી બેઠક જીતશે તેવો વિશ્વાસ રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...