તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી પ્રચાર:વલસાડ જિલ્લા પંચાયતની ડુંગરી બેઠક માટે BJPના ઉમેદવારે મતદારોને કમળ આપીને મતદાન કરવા કરી અપીલ

વલસાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર વિજય મેળવવા માટે એડીચોટીનું જોર લગાવતાં ઉમેદવારો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ઉમેદવારો દ્વારા અનોખી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેવો જ કઈ અનોખો પ્રચાર વલસાડ ખાતે જોવા મળ્યો કોણ છે. આ ઉમેદવાર અને કઈ રીતે કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર વિજય મેળવવા માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ચૂંટણી નજીક આવતા ઉમેદવારો દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. મતદારોને રિઝવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ડુંગરી જિલ્લા પંચાયત બેઠક માટે પ્રચાર વલસાડમાં બાકી રહેલા કામો ચૂંટણી જીત્યા બાદ વહેલી તકે પૂર્ણ કરવાનો વિશ્વાસ આપ્યો છે. ત્યારે આજ રોજ વલસાડ જિલ્લા પંચાયતની ડુંગરી બેઠકના ભાજપ યુવા ઉમેદવાર ધવલ પટેલે અનોખી રીતે દોર ટુ દોર પ્રચાર કરવામાં આવ્યો હતો. ભાજપના ડુંગરી બેઠકના ઉમેદવાર દ્વારા લોકોને ઘરેઘરે જઈ કમળ આપી મત માંગવામાં આવ્યા હતા અને લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ડુંગરી બેઠકના મતદારો ભાજપના યુવા ઉમેદવાર ધવલ પટેલને મોટી સંખ્યામાં મતદાન થશે તેવી ખાતરી પણ આપી હતી. જેને લઈ ભાજપના કાર્યકર્તાઓ તથા ઉમેદવાર એક ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો