વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે આવેલા સરદાર ચોકથી વિનંતી નાકા તરફ જતી એક બાઈક ડાયમંડ કંપની પાસે રસ્તા ઉપર પડેલા પથ્થર ઉપરથી સ્લીપ થઈ હતી. જેથી સામેથી આવતી અન્ય એક બાઈક સાથે ટકરાઈ હતી. ઘટનામાં એક બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સ્થાનિક લોકોએ 108ની મદદ વડે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે.
વલસાડ જિલ્લાના વાપીના ચાણોદ વિસ્તારમાં રહેતા કશ્યબભાઈ રમેશભાઈ પંચાલ પોતાની બાઈક ન. GJ-15-EA-3390 લઈ સરદાર ચોકથી વિનંતી નાકા તરફ જઈ રહ્યો હતો. જે દરમ્યાન ડાયમંડ કંપની ડમે રસ્તા ઉપર પડેલા પથ્થર ઉપર બાઈક સ્લીપ થઈ હતી. જે બાદ સામેથી આવતી બાઈક ન. GJ-15-GH-7001 સાથે તેની બાઈક ધડાકાભેર અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈને આજુબાજુના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે સ્થાનિક લોકોએ 108 અને વાપી GIDC પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. વાપી 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ટ્રાફિકને નડતર રૂપ બાઈક પોલીસે ઘટના સ્થળેથી ખસેડી ટ્રાફિક સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક કશ્યબ પંચાલની લાશનો કબ્જો લઈ લાશનું PM કરવી આગળની તજવીજ હાથ ધરી છે. અકસ્માતની ઘટના અંગે વાપી GIDC પોલીસ મથકે દીક્ષિત રમેશભાઈ પંચાલે ફરિયાદ નોંધાવી હતી. વાપી GIDC પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.