અકસ્માત:ઉમરગામના દહેરી કોસ્ટલ હાઈવે પર પીકઅપના ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પીકઅપના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી કોસ્ટલ હાઇવે ઉપર પીકપ ચાલકે પેટ્રોલ ભરાવવા આવતા બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે પીકઅપના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરગામ શહેરમાં બાઈકમાં પેટ્રોલ પુરાવવા આવી રહેલા જયદીપ વરઠા તેની બાઈક નંબર MH-48-Y-1748 લઈને કોસ્ટલ હાઇવે થઈ શહેરના પેટ્રોલ પમ્પ ઉપર પેટ્રોલ પુરાવા આવી રહ્યો હતો. જે દરમિયાન દહેરી કોસ્ટલ હાઇવે ઉપર એક પીકઅપ નંબર MH-47-Y-5926ના ચાલકે પોતાની પીકઅપ પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી જયદીપની બાઈકને દહેરી કોસ્ટલ હાઇવે ઉપર અડફેટે લીધી હતી.અકસ્માતમાં જયદીપનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું.

ધડાકાભેર અકસ્માત સર્જતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકની મદદે આવી પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ અકસ્માતની જાણ ઉમરગામ શહેર પોલીસની ટીમને કરી હતી. ઉમરગામ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતક જયદીપ વરઠાની લાશનો કબજો મેળવી લાશનું પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. બનાવ અંગે જયદીપના મામા જીતેશભાઈએ ઉમરગામ પોલીસ મથકે પીક અપ ચલક દ્વારકાનાથ હરદેવ યાદવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે જીતેશભાઈ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...