હીટ એન્ડ રન:વલસાડના પારડી હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કર બાઈક સવારનું મોત, બાઈકમાંથી દારૂની બોટલ મળી આવી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડી નેશનલ હાઇવે ચાર રસ્તા બ્રિજ ઉતરતા રેંટલાવનો યુવાન હાઇવે ઉપર દારૂ ભરી જતી બાઇક સ્લીપ થયા બાદ ચાલક પાછળથી દોડી રહેલા અજાણ્યા વાહનના ટાયર નીચે આવી જતા બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બાઈક ચાલક દારૂની ફેરી મારતો હોવાનું સામે આવ્યું હતું. બાઈક ચાલક સાથે દારૂની બોટલો રોડ ફંગોળાઇ હતી. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના પારડી હાઇવે ઉપર રેટલાવ ગામે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના સૂર્યભાન શિવમૂર્તિ સિંહનાઓ સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-15-DH-8209 લઈને પારડી ચાર રસ્તા હાઇવે બ્રિજ ઉતરતા અચાનક બાઈક સ્લીપ મારી જતા અકસ્માત સર્જાયો હતો. તે દરમિયાન પાછળથી આવતા વાહનની અડફેટે આવી જતા બાઈક ચાલકને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે સૂર્યભાન સિંહનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પારડી પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ થતા સ્થળ પર આવી પહોંચ્યા હતા અને જ્યાં તપાસ કરતા બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા હોવાનું જણાવ્યું હતું અને મૃતકના ખિસ્સામાંથી ડોક્યુમેન્ટ મળી આવતા બાઈક ચાલકનું નામ સૂર્યભવન શિવમૂર્તિ સિંહ હોવાનું જાણવા મળ્યું હતું.જે બાદ પોલીસે મૃતકની લાશને PM અર્થે ખસેડી મૃતકના પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે પારડી પોલીસ મથકે હાઇવે બ્રિજ ઉપર લારી પર વેપાર કરતા અર્જુન યાદવ એ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બાઈક ચાલકે હેલ્મેટ પહેરેલું ન હોવાથી બાઈક ચાલકે અકસ્માતમાં જીવ ગુમાવ્યો હોવાનું રાહદારીઓ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...