વિરોધ:રેલવેના ખાનગીકરણ મુદ્દે બાઇક રેલી કાઢી વિરોધ કરાયો

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડમાં WREU નેજા હેઠળ રેલવે કર્મચારીઓ રસ્તા પર

રેલવે સ્ટેશનોનું ખાનગીકરણ,150 જેટલી ખાનગી ટ્રેનો દોડાવવા, પેન્શન નિતી તથા મોંઘવારી ભથ્થાં મુદ્દે લાખો કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ગુરૂવારે વલસાડ રેલવે એમ્પલોઇઝ યુનિયનના નેજા તળે રેલવે કર્મચારીઓએ શહેરના માર્ગો પર ઉતરી આવ્યા હતા.

અખિલ ભારત રેલવે કર્મચારી મહાસંઘ (ઓલઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન) દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા રેલવેના ખાનગીકરણ સહિતના અન્ય મુદ્દે વિરોધ પ્રદર્શન કરવાના આહવાનના પગલે ડિવિઝનલ અધ્યક્ષ પ્રકાશ સાવલેકરે ખાનગીકરણ રેલવે કર્મીઓ માટે જ નહિ પણ લોકો માટે પણ નુકસાનકારક છે તેવું મીટિંગમાં જણાવ્યું હતું. ડિવિઝનલ સેક્રેટરી પ્રશાંત કાનડેની આગેવાની હેઠળ વલસાડ બ્રાંચ રેલવે એમ્પલોઇઝ યુનિયનના નેતૃત્વમાં રેલવે કર્મીઓએ સરકારની નીતિનો વિરોધ કરવા શહેરના માર્ગો ઉપર વિશાળ બાઇક રેલી કાઢી હતી.નવી લાગૂ કરાયેલી પેન્શન યોજના,સ્ટેશનોનું ખાનગી સંચાલન,મોંઘવારી ભથ્થાં રોકવા સામે કર્મીઓએ સરકાર હોશમેં આવો જેવા સૂત્રો પોકારી ભારે વિરોધ નોંધાવ્યો હતો.સેક્રેટરી હુસેન બેલિમ,સંજયસિંહ,ચેરમેન જયેશ પટેલ,રોબિન્સન જેમ્સ,કિશોર પટેલ,તુષાર મહાજન,શિવન સહિત હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં રેલવે કર્મીઓ રેલીમાં જોડાયા હતા. ફેડરેશન મહામંત્રી શિવગોપાલ મિશ્રા, WREUના કેન્દ્રીય મહામંત્રી જે.આર.ભોંસલે, પ્રમુખ આરસી શર્માએ કર્મીઓને મોટા આંદોલન માટે તૈયાર રહેવા હાકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...