અકસ્માત:વલસાડની ગુંદલાવ ચોકડી પાસે બાઈક સવારે કાબૂ ગુમાવતા ડીવાઈડર કુદાવી સામેથી આવતી કાર સાથે અથડાઈ, બાઈક ચાલકનું મોત

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
  • બાઈક ચાલક ડીવાઈડર કુદાવી સામેથી આવી રહેલી કાર સાથે અથડાયો
  • પાલનપુરથી પરિવાર સાથે કારમાં મુંબઈ જતા ચૌધરી પરિવારની કારને ગુંદલાવ ચોકડી પાસે અકસ્માત નડ્યો
  • બાઈક ચાલક વાપીથી સુરત ઘરે જઈ રહ્યો હતો. બાઈક ઉપરથી કાબુ ગુમાવતા થયો અકસ્માત

મુંબઈ ખાતે વેર હાઉસના સંચાલક પરિવાર સાથે પાલનપુરથી ઘરે પરત ફરી રહ્યો હતો. દરમ્યાન ગુંદલાવ ચોકડી બ્રિજ ઉપર વાપીથી સુરત તરફ જતી બાઈકના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી મુંબઈ તરફ જતી ચૌધરી પરિવારની કાર સાથે ધડાકાભેર બાઈક અથડાતા ગંભીર અકસ્માત.સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું.

પાલનપુરથી મુંબઈ પોતાના પરિવાર સાથે જઈ રહેલા અશોકભાઈ ચૌધરીની કાર ન. GJ-08-CK-8371 લઈને મુંબઈ તરફ જઈ રહ્યા હતા. જે દરમ્યાન ગુંદલાવ ચોકડ બ્રિજ ઉપર વાપી તરફથી આવતા બાઈક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી બાઈક મુંબઈ તરફ જતી ચૌધરી પરિવારની કાર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માત થતા બાઈક ચાલક ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટના અંગે વાહન ચાલકોએ 108 અને વલસાડ રૂરલ પોલીસને ઘટનાની જાણ કરી હતી. અકસ્માતને લઈને સુરત-મુંબઈ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતના ઘટના સ્થળે વલસાડ રૂરલ પોલીસની ટીમે ટ્રાફિકને નડતર રૂપ અકસ્માતના વાહનો દૂર કરી વાહન વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વલસાડ રૂરલ પોલીસે લાશનો કબ્જો મેળવી લાશનું PM કરવી મૃતકના પરિવારનો સંપર્ક કરી આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...