પૂઢચ્યા વર્ષી લવકરિ યા...:વલસાડ-વાપી સહિત જિલ્લાભરમાં 2500થી વધુ પ્રતિમાના વિસર્જન સાથે બાપાને ભાવભરી વિદાય

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાપી શહેરમાં પણ ઠેર ઠેર શ્રીજીની વિસર્જન યાત્રા નિકળી હતી. - Divya Bhaskar
વાપી શહેરમાં પણ ઠેર ઠેર શ્રીજીની વિસર્જન યાત્રા નિકળી હતી.
  • પારડી, ધરમપુર, ઉમરગામ, કપરાડા તાલુકામાં પણ ગણેશભક્તોનો વિસર્જન યાત્રામાં વાજતે ગાજતે મહેરામણ ઉમટ્યો

જિલ્લામાં શુક્રવારે અનંત ચૌદશના પવિત્ર અવસરે ઠેર ઠેર ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં હકડેઠઠ માનવ મેદની ઉમટી પડી હતી.જિલ્લાના 6 તાલુકામાં ગણેશ મંડળો દ્વારા શણગારાયેલા વાહનોમાં શહેરના માર્ગો પરથી પસાર થયેલી વિસર્જન યાત્રાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગણેશભક્તો ડ્રેસ કોડમાં ડીજેના સંગીત અને ઢોલનગારાના તાલે ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

કોરોનાકાળના દર્દનાક અઢી વર્ષ દરમિયાન તમામ ધાર્મિક ઉત્સવોને ખુબ ભક્તિભાવ અને ભવ્યતાથી ઉજવવાથી વંચિત રહી ગયેલા હજારો ગણેશ મંડળોના ભક્તોએ આ વર્ષે અત્યંત ધામધૂુમથી ગણેશ ચતુર્થીના પર્વે ગણેશજીની નાનીથી લઇ 20 ફુટ સુધીની વિશાળ અને આકર્ષક 2500થી વધુ ગણેશ મૂર્તિઓનું પ્રસ્થાપન કર્યું હતું. પારડી પારનદી કિનારે નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ હાજરી આપી હતી.

વલસાડમાં ગણેશ વિસર્જના યાત્રાનુું ધારાસભ્ય ભરતભાઇ પટેલ,પાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ, અમિષભાઇ પટેલ,પાલિકાના આરોગ્ય ચેરમેન હિતેશભાઇ ભંડારી સહિત અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું.વાપી,પારડી,ધરમપુર, ઉમરગામ અને કપરાડાતાલુકામાં ગણેશ વિસર્જનયાત્રાઓ નિકળી હતી.જેમાં ગણેશ ભક્તોએ રંગબેરંગી ડ્રેસ કોડ સાથે ડીજે સંગીત અને ઢોલનગારાના તાલે વાજતે ગાજતે બાપ્પાને વિદાય આપી હતી.

વલસાડ આઝાદચોક પર પગ મુકાવાની પણ જગા ન રહી
વલસાડ શહેર અને સમગ્ર તાલુકામાં અનંત ચૌદશના પવિત્ર દિને 900થી વધુ ગણેશ મૂર્તિઓની શોભાયાત્રાઓ સ્થાનક પરથી નિકળી શહેરના બેચર રોડ, સ્ટેડિયમ રોડ, હાલર રોડ, તિથલ રોડ,સ્ટેશન રોડ, શહીદ ચોક, લૂહાર ટેકરા રોડ, શ્રોફચાલ રોડ થઇને આઝાદ ચોક પર આવી પહોંચતા માનવ મહેરામણ ઉમટ્યું હતું. વાપી દમણગંગા નદી કિનારે અ્ને પારડી પારનદી કિનારે પણ ગણેશ ભક્તો ઉમટી પડયા હતાં.

પોલીસે બંદોબસ્ત ગોઠવી વિસર્જન યાત્રા પર નજર રાખી
વલસાડમાં 500થી વધુ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડસ, લોકરક્ષકદળ,પોલીસ અધિકારીઓ સહિતના કાફલાએ કાયદો અને વ્યવસ્થા માટે ચાંપતી નજર રાખી હતી.વલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલા,ડીવાયએસપી વી.એન.પટેલ,સિટી પીઆઇ ડી.એમ.ઢોલ,રૂરલ પીઆઇ સચીન પવાર સહિત પોલીસ સ્ટાફની ટીમ શહેરના માર્ગો પર સતત બંદોબસ્ત ગોઠવી ટ્રાફિક સહિતની વ્યવસ્થા માટે મોડી રાત સુધી કાર્યરત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...