આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તથા પેજ સમિતિ માઈક્રો મેનેજમેન્ટના પ્રણેતા, દ્ઢ નિશ્ચય ધરાવતા, કુશળ સંગઠનાત્મક, કાર્યકર્તાઓના માર્ગદર્શક આદરણીય સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે ઉમરગામ તાલુકા અને શહેર યુવા મોરચા દ્વારા રકતદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. શહેર અને તાલુકામાં રહેતા યુવાનોમાં રક્તદાન અંગે જાગૃતિ બધે અને યુવાનો સ્વૈચ્છિક રક્તદાન કરવા વધુને વધુ પ્રેરિત થાય તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો.
ઉમરગામ તાલુકામાં રહેતા લોકોને સમયસર રક્ત મળી રહે અને બ્લડ બેંકમાં પડતી રક્તની અછતને પહોંચીવળવા માટે પ્રદેશ ભજનો અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે આજરોજ ઉમરગામ શહેર અને તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકામાં અકસ્માત અને ઓપરેશન તેમજ ડિલિવરી સમયે ઉભી થતી રક્તની જરૂરિયાતને પહોંચી વળવા સાથે શહેર અને તાલુકાના યુવાનોમાં સ્વૈચ્છિક રક્તદાન અંગે જન જાગૃતિ વધે તેમજ લોકો મોટા પ્રમાણમાં સ્વૈચ્છીક રક્તદાન કરતા થાય તેવા ઉમદા હેતુ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોને રક્તદાન કરવા અંગે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં બપોર સુધીમાં 50થી વધુ યુવાનોએ રક્તદાન કર્યું હતું. આ કાયઁક્રમમાં વલસાડ જીલ્લા સંગઠન મંત્રી શ્રીમતિ વર્ષાબેન રાવલ, જીલ્લા યુવા મોરચા અધ્યક્ષ સ્નેહીલભાઈ દેસાઈ, મહામંત્રી મયંકભાઈ પટેલ, ઉપપ્રમુખ ધવલભાઈ ભાનુશાલી,ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, ઉમરગામ શહેર પ્રમુખ સંજયભાઈ જોશી,મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, નરેશ પરમાર, જિલ્લા પંચાયત દંડક દીપકભાઈ મિસ્ત્રી સહિત તાલુકા, શહેર અને જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.