આ સમસ્યાનો અંત ક્યારે આવશે?:વલસાડના તિથલ રોડ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ, સમસ્યાના નિવારણ માટે ભાનુશાલી મહિલા મંડળની માંગ

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા પ્રમુખ ન મળતા મહિલાઓએ અપક્ષ સભ્ય જાખીર પઠાણને રજૂઆત કરી

વલસાડ શહેરના પોષ વિસ્તાર એવા તિથલ રોડ ઉપર રખડતા પશુધનને લઈને સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે. પશુધન રોડ ઉપર અડિંગો જમાવી દેતા હોય છે. જેને લઈને તિથલ રોડ ઉપર રહેતા સ્થાનિક લોકોએ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં તિથલ રોડ ઉપર 2 અકસ્માતમાં એક યુવકે જીવ પણ ગુમાવ્યો હતો. નગરપાલિકા રખડતા પશુધનનો કાયમી નિરાકરણ લાવવાની માંગ મહિલાઓએ કરી છે.

વલસાડ શહેરમાં પોષ વિસ્તારમાં આવેલા તિથલ રોડ ઉપર રખડતા પશુ ધનને લઈને વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતો જેવી ઘટનાઓ બનતી રહે છે. શહેરના તિથલ રોડને તિથલ-નાસિક સ્ટેટ હાઇવેનો દરજ્જો આપવામાં આવ્યો છે. તિથલ રોડ ઉપર રખડતા પશુ ધનને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી વખત પિક અવર્સમાં છાસવારે ટ્રાફિક જમણા દ્રશ્યો સર્જતાં રહે છે.

ગત અઠવાડિયામાં થયેલા 2 અકસ્માતોમાં 1 યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે 1 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તિથલ રોડ ઉપર પશુધનનો ત્રાસ કાયમી ધોરણે દુરકારવાની માંગ સાથે તિથલ રોડ ભાનુશાલી મહિલા મંડળ દ્વારા નગરપાલિકાએ મોરચો લઈ જઈ રજૂઆત કરવામાં આવી હતી.

નગર પાલિકા ખાતે CO કે પ્રમુખ ન મળતા મહિલાઓએ અપક્ષ સભ્ય જાખીર પઠાણને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી. સાથે કોલેજ શરૂ થતાં કોલેજના વિદ્યાર્થીઓને લઈને દોડતી રિક્ષાઓની સ્પીડ ઉપર પણ અંકુશ લાવવા મહિલાઓએ માંગ કરી છે.

રિક્ષાચાલક દ્વારા બેફામ ગતિએ તિથલ રોડ ઉપર રીક્ષા દોડાવવા આક્ષેપ કરવામાં આવ્યા છે. વલસાડના તિથલ રોડ ઉપર વધતા જતા અકસ્માતોને ધ્યાને રાખીને વાહન ચાલકની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને નગર પાલિકા ખાતે રજુઆત કરી છે.

ભાનુશાલી સમાજની મહિલાઓએ મોટી સંખ્યામાં કલેકટર કચેરી અને નગરપાલિકા કચેરીએ પહોંચય હતા.જોકે પાલિકા કચેરી પહોંચતા સી.ઓ રજા પર અને પ્રમુખ કલેકટર કચેરીએ હોઈ અપક્ષ સભ્ય ઝાકીર પઠાણને રજુઆત કરતા તેમણે ત્વરિત પગલાં ભરી 2 મહિનાથી પેન્ડિગ પડેલ રખડતા પશુઓને પકડવાનું ટેન્ડરનું વર્ક ઓર્ડર ઈશ્યુ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...