વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામના ભગત તલાવડી વિસ્તારમાં તળાવનું છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતા પાણી આ વિસ્તારના રહીશો ત્રાહિમામ્ પોકારી ગયા છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગામના 50થી વધુ રહીશોએ સરપંચ,ઉપ સરપંચ અને તલાટીને ફરિયાદ કરી છે.
ભદેલી જગાલાલા ગામે ભગત તલાવડી વિસ્તારમાં તળાવનું પાણી છેલ્લા કેટલાક સમયથી અત્યંત પ્રદૂષિત અને દુર્ગંધ મારતું હોવાથી ગામના રહીશોને જીવન વિતાવવું મુશ્કેલ બન્યું છે.તિવ્ર દુર્ગંઘને કારણે મહિલાઓને રસોઇ બનાવવામાં તકલીફ પડે છે તો ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.
તળાવના દૂષિત પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે સાથે સાથે બોર અને કુવાના પાણી પણ દૂષિત થવા માડતા ડાયેરીયા, કમળો જેવી પાણીજન્ય બીમારી ફેલાઇ રહી છે.આ ગંભીર સમસ્યા ઉપસરપંચની હદમાં હોવા છતાં બેદરકાર જણાય છે તો સરપંચ અને તલાટી પણ આંખ આડા કાન કરતા હોય રહીશોએ આ તમામને લેખિત ફરિયાદ કરી 10 દિવસમાં સમસ્યા ઉકેલવા જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.