તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Beneficiaries Who Came To Valsad's Pardi Taluka To Get Vaccinated After Seeing The Signs On The Vaccination Centers Were Outraged.

રોષ:વલસાડના પારડી તાલુકાના રસીકરણ કેન્દ્રો ઉપર બંધ ના પાટિયા જોઈ રસી લેવા આવેલા લાભાર્થીઓએ આક્રોશ ઠાલવ્યો

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા 10 અને 11 જુલાઇના રોજ વેક્સિન ન હોવાથી બંધના પાટિયા લાગ્યા

વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 91 કેન્દ્રો ઉપર કોવિડ 19 પ્રતિરોધક વેક્સિનેશન સેન્ટર ફાળવણી કરવામાં આવી છે અને આ સેન્ટર ઉપર કેટલા ડોઝ અને કઈ વેક્સિન તેની યાદી પણ જાહેર કરવામાં આવતી હોય છે. આજે શનિવારના પારડી નગરપાલિકા હદ વિસ્તારના અર્બન સેન્ટરમાં વેક્સિન લેવા ગયેલ લોકોએ રસીકરણ બંધના પાટિયા મારેલા જોતા લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો.

આજે બંધમાં તા 10 અને 11 ના રોજ વેક્સિન ન હોવાથી બંધના પાટિયા લાગ્યા હતા. જ્યાં વેક્સિન લેવા આવેલ લાભાર્થીઓના જણાવ્યા મુજબ અહીં વારંવાર બેથી ત્રણ વાર ધક્કા ખાવા પડ્યા છે. નોકરી પર રજા મૂકીને વેક્સિન મુકવા આવ્યા છે ત્યારે પરત ઘરે જવાથી તેઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત કીર્તિભાઇ ભંડારીએ પણ અર્બન હેલ્થ સેન્ટર અને અન્ય રસીકરણ કેન્દ્રો ઉપર બંધના પાટિયા મારેલા હોય તેઓએ જણાવ્યું હતું કે, કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર નથી અને યોગ્ય જવાબ અહીં મળતો નથી અને તેમના પત્નીના મોબાઈલ પર બીજો ડોઝનો મેસેજ આવ્યો હતો જે રસી ન મુકવા છતાંયે આ રીતે તંત્રના છબરડા જોવા મળ્યા હતા. તેમજ પારડી નગર પાલિકાના નિવૃત કર્મચારી પણ પત્નીને બીજો ડોઝની રસી મુકવા આવેલા તેઓએ પણ રોષ ઠાલવ્યો હતો. ત્યારે આરોગ્ય વિભાગ નિયમિત રસી ;લેવા આવતા લોકોને ધક્કા ન મરાવે અને જે તે તાલુકા વિસ્તારમાં આવેલા રસીકરણ સેન્ટરના લોકોને સુવિધા યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...