• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • 'Belly Government Of The Poor' Program Was Held On The Occasion Of Prime Minister Narendra Modi's Birthday At Vapi In Valsad District

ઉજવણી:વલસાડ જિલ્લાના વાપી ખાતે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસ અવસરે ‘ગરીબોની બેલી સરકાર' કાર્યક્રમ યોજાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્‍ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્‍યમંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્‍તે યોજનાકીય સહાય વિતરણ કરાયું
  • ઉજ્‍જ્‍વલા યોજના હેઠળ નિઃશુલ્‍ક ગેસ કનેકશન અપાયા

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં વાપીની GIDC સ્‍કુલ ખાતે ઉચ્‍ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગના રાજયકક્ષાના મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્‍યક્ષતામાં ‘ગરીબોની બેલી સરકાર' કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મંત્રી અને મહાનુભાવોના હસ્‍તે મુખ્‍યમંત્રી બાલસેવા યોજનાના દશ લાભાર્થીઓને માસિક સહાય તેમજ વ્‍યક્‍તિગત સોકપીટના 5 લાભાર્થીઓને પ્રમાણપત્ર અને ઉજ્‍જ્‍વલા યોજનાના 5 લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત ગ્રામ પંચાયત વિસ્‍તારોમાં સામૂહિક સોકપીટની ઉત્‍કૃષ્‍ઠ કામગીરી કરવામાં આવી હોય તેવા રાતા, મોરાઈ, છીરી, તરક પારડી અને ચીભડકચ્‍છ ગામના સરપંચોનું તેમજ 100% કોવિડ વેકસીનેશન થયેલા કોચરવા, વટાર, પંડોર, કવાલ અને નાની તંબાડી ગામના સરપંચોનું સન્‍માન કરાયું હતું. ઉપરાંત મહિલા સ્‍વસહાય જૂથને રીવોલ્‍વિંગ ફંડના 15 હજાર રૂપિયાના ચેકનું વિતરણ કરાયું હતું. આ અવસરે ઉચ્‍ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્‍યમંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્‍યું હતું કે, છેવાડાના માનવી સુધી વિકાસના કામોનો લાભ મળે તે ઉદ્દેશથી દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ દેશના ગરીબો માટે અનેક યોજનાઓ અમલી બનાવી તેનો પૂરેપૂરો લાભ સાચા લાભાર્થીઓને પહોંચાડયો છે. ગરીબલક્ષી અનેકવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ થકી આ સરકાર છેવાડાના માનવીના હૃદય સુંધી પહોંચી છે. ગરીબોની બેલી આ સરકારે નોંધારાનો આધાર બની ઉજ્‍જ્‍વલા યોજના હેઠળ નિઃશુલ્‍ક ગેસ કનેકશન આપી બહેનોને ધુમાડામાંથી મુક્‍તિ અપાવી છે, આ યોજનાના ફેઝ ૨માં બાકી રહેલા તમામ લાભાર્થીઓને કનેકશન આપવાનું આયોજન કરાયું છે. સ્‍વચ્‍છ ભારત મિશન હેઠળ ઘરે ઘરે શૌચાલય બનાવી દરેક ગામને સ્‍વચ્‍છ બનાવ્‍યું છે.

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસને સેવાના રૂપમાં ઉજવવાના ભાગરૂપે આજે સમગ્ર રાજ્‍યમાં કરવામાં આવી રહેલા અનેક સેવાકીય કાર્યોનો ચિતાર આપતાં મંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, કોવિડના કારણે જે બાળકોએ માતા કે પિતામાંથી એક ગુમાવ્‍યું હોય તેવા બાળકોને મુખ્‍યમંત્રી બાળ સહાય યોજના હેઠળ માસિક 2 હજાર જ્‍યારે માતા-પિતા બંને ગુમાવ્‍યા હોય તેવા બાળકોને 4 હજારની સહાય સીધી તેમના ખાતામાં જમા કરાવવામાં આવી રહી છે, આ સહાય બાળક પુખ્‍ત વયનું થાય ત્‍યાં સુધી તેના ખાતામાં દર માસે જમા થતા રહેશે.

આ અવસરે 100% વેકસીનેશન કરાયેલા ગામોના સરપંચોનું સન્‍માન કરી તેમને પ્રોત્‍સાહિત કરાયા છે. ગંગા સ્‍વરૂપા બહેનોને વિધવા સહાય હેઠળ દર માસે 1250 ની સહાય આપવામાં આવે છે. મંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કરોડો ગરીબોના જનધન યોજના હેઠળ બેંકમાં ખાતા ખોલાવ્‍યા છે અને તેમને મળવાપાત્ર સરકારની સહાય સીધી ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી પૂરેપૂરી સહાય લાભાર્થીને પહોંચે છે. આ ઉપરાંત કિસાન સમ્‍માનનિધિ, વૃદ્ધ પેન્‍શન યોજના, મુખ્‍યમંત્રી અમૃતમ જેવી અનેક યોજનાઓ અંગે પણ તેમણે વિસ્‍તૃત જાણકારી આપી હતી.

મંત્રીએ કોરોના મહામારીમાં કોઈ ગરીબ ભૂખ્‍યો ન રહે તે માટે ચિંતા કરી વિનામૂલ્‍યે રાશનનું વિતરણ કરાયું છે, જે આગામી દિવાળી સુધી કરવામાં આવનાર હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેકસીનેશનની કામગીરી વેગવાન બનાવી છે, ત્‍યારે બાકી રહેલા દરેક નાગરિકોને રસીકરણ કરાવી લેવા અનુરોધ કર્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખ વાસંતીબેન પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને જન્‍મ દિવસની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...