તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:વલસાડમાં શિક્ષકના લગ્ન પૂર્વે યુવતી સાથેના ફોટો વાયરલ થયા

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોટો વાયરલ થતાં યુવતીના સગાવાળા રોષે ભરાયા

વલસાડ તાલુકાના એક યુવાન શિક્ષકના બે વર્ષ પહેલાના નવસારી જિલ્લાની એક યુવતી સાથેના ફોટો કોઇએ ગ્રુપમાં વાયલર કરતા યુવતીના સગાવાલાઓએ શિક્ષકને આવી માર મારતા હોબાળો મચ્યો હતો.આ શિક્ષકના બે ત્રણ દિવસમાં જ લગ્ન થવાના હતા ત્યારે કોઇએ શિક્ષક અને યુવતીના ફોટો વાયરલ કરી દીધા હતા.જો કે આ અંગે પોલિસે અટકાયતી પગલાં લીધા હતા અને જ્યાંનો આ મામલો હતો તે જિલ્લામાં આ બંન્ને સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી વિગત મુજબ વલસાડ પંથકના એક શિક્ષક નવસારી જિલ્લાની કોઇ શાળામાં ફરજ બજાવે છે.જેના લગ્ન બે ત્રણ દિવસમાં થવાની તૈયારી ચાલી રહી હતી,દરમિયાન કોઇકે આ શિક્ષક અને નવસારી જિલ્લાની જ એક યુવતી સાથેના ફોટો ગ્રુપમાં વાયરલ કરી દેતાં યુવતીના સગાઓને જાણ થઇ ગઇ હતી.જેના કારણે તપાસ કરતાં આ શિક્ષક વલસાડ તાલુકાનો હોવાનું માલુમ પડ્યું હતું.યુવતીના સગાવાળાઓએ શિક્ષકના બે ત્રણ દિવસમાં થનારા લગ્ન પહેલાં જ ઘરે પહોંચી જઇ તેને માર મારતા હોબાળો થયો હતો.

આ મામલો પોલિસમાં પહોંચ્યો હતો.જો કે આ ઘટનાની બાબત અ્ન્ય જિલ્લાની હોવાથી વલસાડ પોલિસે અટકાયતી પગલાં ભરી કાર્યવાહી આટોપી હતી.જાણવા મળ્યા મુજબ નવસારી જિલ્લામાં આ અંગેની અરજી પોલિસ મથકે આવી હતી.જેમાં બંન્ને પક્ષે સમાધાન થયું હોવાનું જાણવા મળ્યુ હતું.આ શિક્ષકના લગ્ન પહેલા જ બનેલા આ બનાવની જાણ થતાં ભારે ચર્ચા ચાલી હતી.જો કે આ અંગે કોઇ પોલિસ ફરિયાદ નોંધાઇ ન હતી.માત્ર અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.લગ્ન ટાંકણે જ આ ઘટના બનતા સમગ્ર મામલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો