તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહેવાલની અસર:વલસાડના સાંસદના દત્તક ગામના કોવિડ કેર સેન્ટરમાં અંતે કેટરીંગના ટેબલની જગ્યાએ ખાટલા મૂકાયા

વલસાડએક મહિનો પહેલા

ગુજરાતમાં શહેરી વિસ્તારોની માફક ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ પર કાબૂ આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 'મારું ગામ કોરોનામુક્ત ગામ' અભિયાન ચલાવવામા , આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગામેગામ કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા લોકોને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ કરવામા , આવી રહી છે. પરંતુ, બટ વરસાદના લગ્ન છે ગામમાં જે વ્યવસ્થાઓ કરવામા , આવી રહી છે તે અપૂરતી જોવા મળી રહી છે. વલસાના સુસદ કે.સી.પટેલે દત્તક લીધેલા ગોઈંજ ગામની શાળામાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ખાટલા ના મળતા કેટરિંગના ટેબલ પર જ ગાદલાં પાથરી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું હોવાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને અંતે ટેબલ દૂર કરી ખાટલાની વ્યવસ્થા કરી છે.

કલેકટરના આદેશ બાદ ગામેગામ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા
રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ તેજ ગતિએ વધી ગયું છે.. જેને કાબુમાં પૂછવું વહીવટી વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવામાં , આવી રહ્યા છે. જેના ભાગરૂપે 'મારું ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા કલેકટરે જિલ્લાના તમામ 467 ગામોના સરપંચોને સહયોગ આપવા પત્ર લખી અપીલ કરી હતી ..જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના 467 ગામમાંથી 412 ગામોમાં શાળાઓમાં કોવિડ કેર આઈસોલેશન સેંટર શરૂ કરવામાં આવ્યા છે.

મોટાભાગના ગામના કોવિડ કેર સેન્ટર ખાલીખમ
વલસાડ જિલ્લામાં 'મારુ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા ઉભા પાડવા શું કોવિડ કેર સેન્ટરોની તપાસ કાઢી જિલ્લાના લગભગ મોટાભાગના ગામોમાં કરતી આવેલા કેર સેન્ટર ખાલીખમ લાગી રહ્યા છે. આ સેન્ટર માં જરૂરી સુવિધાઓથી સજ્જ કર્યા છે હોવાના તંત્રના દાવા વચ્ચે વાસ્તવિકતા અલગ છે. જિલ્લાના મોટાભાગના ગામોમાં ઉભા કરવામાં આવેલા સેન્ટરોમાં માત્ર મોટા ભાગના ગામમાં ગાદલા અને ઓશિકા મૂકી અને ખાનાપૂર્તિ કરવામાં , આવી હોય તેવું લાગી રહ્યું છે. કેટલીક જગ્યાએ બેડ પલંગ ની જગ્યાએ કેટરિંગ માટે વપરાતા ટેબલો ઉપર ગાદલા નાખી દેવામાં આવ્યા હતા. જો કે, હવે તેની જગ્યાએ બેડ ફરજ પડી છે.

વલસાડ જિલ્લામાં ઉભા કરવામાં આવેલા સેન્ટરો ખાલીખમ લાગી રહ્યા છે મોટાભાગના સેન્ટરોમાં દર્દીઓ દેખાતા નથી. જેના કારણે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર માત્ર શોભાના ગાંઠિયા અને ઔપચારિક જ બની રહ્યા છે. રવિવાર સુધીમાં વલસાડ જિલ્લામાં 412 ગામોમાં 3175 બેડની વ્યવસ્થા તૈયાર કરવામાં , આવી છે. જે પૈકી 82 કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...