ACBની સફળ ટ્રેપ:વલસાડ જિલ્લાના પારડીમાં બેન્ક ઓફ બરોડાનો મેનેજર અને વચેટિયો 20 હજારની લાંચ લેતા ઝડપાયા

વલસાડ3 મહિનો પહેલા

પારડીના વાઘછીપા.ખાતે BOBમાં બાજપાઈ બેંકેબલ.યોજનમાંથી કારની.લોન મંજુર કરવા માટે બેંકરે 50 હજારની લાંચની માંગણી કરી હતી. આજે રૂ. 20 હજારમાં પટાવતનું નક્કી કરાયું હતું. ગ્રાહક લાંચ આપવા માંગતો ન હોવાથી વલસાડ ACBની ટીમનો સંપર્ક કર્યો હતો. વલસાડ ACBની ટીમે છટકું ગોઠવી બેંકર અને તેના ફોલ્ડરને લાંચની રકમ સ્વીકારતા ACBની ટીમે ઝડપી પાડયા હતા. વલસાડ ACBની ટીમે પોલીસ મથકે લાંચ લેનાર બેંક મેનેજર અને વચેટિયાને ઝડપી.પડ્યો હતો.

50 હજારની લાંચ માગ્યા બાદ 20 હજારમાં સમાધાન કર્યું
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાઘછીપા ખાતે રહેતા એક શિક્ષિત બેરોજગાર વ્યક્તિએ આજીવિકા માટે ઇકો લેવા માટે શિક્ષિત બેરોજગાર યોજના હેઠા લાભાર્થીએ ઇકો કારની લોનની માંગણી કરી હતી. વલસાડ બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ લાભાર્થીએ લોનની અરજી મૂકી હતી. જે રજI વાઘછીપા બેંક ઓફ બરોડા શાખામાં ગઈ હતી. બેંક મેનેજરે કારની લોન મંજુર કરવા રૂ. 50 હજારની લાંચની માંગણી કરી હતી. યોજનાના લાભાર્થી અને બેંક .મેનેજર વચ્ચે રૂ.20 હજારમાં સમાધાન થયું હતું.

ફરિયાદીએ ACBમાં ફરિયાદ આપતા ટ્રેપ ગોઠવવામાં આવી
બેંક ઓફ બરોડાના મેનેજરને લાભાર્થી લાંચ આપવા માંગતો ન હોવાથી લાભાર્થીએ વલસાડ ACBની ટીમનો સંપર્ક કર્યો હતો. વલસાડ ACBની ટીમે આરોપી લાંચિયા અધોકારીને ઝડપી પાડવા છટકાનું આયોજન કરવામાં અવયજ હતું. જેમાં મેનેજર અને ફોલ્ડર.લંચ લેતા વલસાડ ACBની ટીમે ઝડપી પાડયા.હતા. વલસાડ ACBની ટીમે વાઘછીપા બેંકના મેનેજર અને ફોલ્ડરને ઝડપી પાડ્યો હતો. વલસાડ ACBની ટીમે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...