તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:ધરમપુરથી વલસાડ તરફ આવતા R&Bના માર્ગ પર 2 થી 21 જૂન સુધી તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે બ્રીજની કામગીરીના કારણે રસ્તો બંધ કરાયો
  • તંત્ર દ્વારા ડાયવર્ઝન રૂટ જાહેર કરવામા આવ્યા

વલસાડ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર તરફથી મળેલી દરખાસ્‍ત અન્‍વયે પોલીસ અધિક્ષક, પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, સબ ડીવીઝનલ મેજિસ્‍ટ્રેટ તેમજ વિભાગીય નિયામક એસ.ટી. વલસાડના અભિપ્રાયને ધ્‍યાને લઇ જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એક જાહેરનામા દ્વારા તા.2જી જૂન 2021થી તા.21 જૂન 2021 સુધી 20 દિવસ માટે આર.ઓ.બી. ધરમપુર તરફના છેડાથી વલસાડ આવતા-જતા તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત જાહેર કર્યો છે. આ માર્ગ બંધ થતાં ટ્રાફિક નિયમન અને કાયદો અને વ્‍યવસ્‍થાને લક્ષમાં રાખી ડાયવર્ઝન આપવામાં આવ્‍યા છે. જે અનુસાર મુંબઇથી આવતા/ જતા વાહનોને નેશનલ હાઇવે 48 થી વલસાડ આવવા જવા માટે 1. અતુલ પારનેરા પારડી હનુમાન મંદિરથી એલ.સી. 96/97 થઇ મગોદ/ વશીયર થઇ સિવિલ રસ્‍તા થઇને, 2. નેશનલ હાઇવે 48 થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ અંડરબ્રીજ થઇને તેમજ 3. નેશનલ હાઇવે 48 થઇને કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ આવવા/ જવાનું રહેશે.

સુરતથી આવતા જતા વાહનો નેશનલ હાઇવે 48થી વલસાડ આવવા-જવા માટે 1. કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ તથા 2. નેશનલ હાઇવે 48 થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ ગરનાળા થઇને વલસાડ આવતા રસ્‍તાનો ઉપયોગ કરી શકાશે.

ધરમપુરથી વલસાડ આવતા જતા વાહનો 1. ધરમપુર ચોકડી થઇ નેશનલ હાઇવે 48 થઇને અનુલ ચોકડી બ્રીજના નીચે થઇ અતુલ પારનેરા પારડી હનુમાન મંદિરથી એલ.સી. 96/97 થઇ મગોદ/ વશીયર થઇ સિવિલ રસ્‍તા થઇને, 2. ધરમપુર ચોકડીથી નેશનલ હાઇવે 48 થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ અંડરબ્રીજ થઇને તેમજ 3. ધરમપુર ચોકડીથી નેશનલ હાઇવે 48 થઇને કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ આવન-જાવન કરી શકશે.

આ રેલવે બ્રીજનું કામ કરનારા કોન્‍ટ્રાક્‍ટર/ કંપની દ્વારા સ્‍થાનિક પોલીસના સંપર્કમાં રહી ડાયવર્ઝનવાળી જગ્યાએ તથા ડાયવર્ઝન રૂટ ઉપર ટ્રાફિકનું નિયમન કરવા સારુ જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પર્યાપ્‍ત બંદોબસ્‍ત રાખવા અને સમયમર્યાદામાં નિયત કામગીરી પૂર્ણ કરવા પણ આ જાહેરનામા દ્વારા જણાવાયું છે.

ST વિભાગે 1 જૂનથી જ ડાયવર્ઝન આપી દીધું હતું
વલસાડ એસટી વિભાગે ગત સપ્તાહે ઉતાવળમાં ધરમપુર વાપી અને વલસાડ, વાપી ધરમપુર ડેપો પર જવા આવવા ડાયવર્ઝન જાહેર કરી દેવાતાં વિવાદ સર્જાયો હતો. જેના પરિણામે 1 જૂને એસટી વિભાગે જ જાહેર કરેલા ડાયવર્ઝન વિના વલસાડના રેલવે ઓવરબ્રિજ પરથી જ એસટી બસો દોડતી રહી હતી. જો કે 2 જૂને જિલ્લા મેજિસ્ટ્રેટે સત્તાવાર જાહેરનામુ બહાર પાડતા તમામ અટકળોનો અંત આવી ગયો હતો.

મુંબઇથી આવતા વાહનો માટે આ ડાયવર્ઝન
મુંબઇથી આવતા જતા વાહનોને નેશનલ હાઇવથી વલસાડ આવવા જવા માટે અતુલ પારનેરા પારડી હનુમાન મંદિરથી એલ.સી. 96/97 થઇ મગોદ/ વશીયર થઇ સિવિલ રસ્તા થઇને, ૨. નેશનલ હાઇવે થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ અંડરબ્રીજ થઇને તેમજ હાઇવે થઇને કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ આવવા જવાનું રહેશે.

સુરતથી આવતા વાહનો માટે આ ડાયવર્ઝન
સુરતથી આવતા જતા વાહનો નેશનલ હાઇવેથી વલસાડ આવવા જવા માટે કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ તથા નેશનલ હાઇવે 48 થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ ગરનાળા થઇને વલસાડ આવતા રસ્‍તાનો ઉપયોગ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...