અમ્પાયર્સને અપગ્રેડ કરાશે:બલસાર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને 27-28 ઓગસ્ટે કર્યું સેમિનારનું આયોજન

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમ્પાયર્સ કમિટીના ચેરમેન અમીષ સાહેબા ખાસ ઉપસ્થિત રહેશે

BDCA દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ જગતે આગામી 27 અને 28 ઓગષ્ટના રોજ અમ્પાયર્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અમ્પાયર્સ સેમિનારમાં નિષ્ણાંત તરીકે માજી આંતરરાષ્ટ્રીય અમ્પાયર્સ તથા BCCIની અમ્પાયર્સ કમિટીના ચેરમેન અમીષ સાહેબા સેવા આપશે. આ સેમિનાર વલસાડ જિલ્લાના અમ્પાયર્સોના અપગ્રેડેશન માટે તથા BCCIની આગામી ડોમેસ્ટિક સિઝન દરમ્યાન GCAની તથા BDCAની કોઈપણ ટુર્નામેન્ટમાં અમ્પાયર્સની કામગીરી સોંપવામાં આવશે. સેમિનારમાં પરીક્ષામાં પાસ થનાર અમ્પાયર્સોને અપગ્રેડ કરવામાં આવશે

બલસાર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા તારીખ 27-28 ઓગસ્ટ 2022ના રોજ અમ્પાયર્સ સેમિનારનું આયોજન સરદાર પટેલ સ્ટેડિયમ વલસાડ ખાતે કરવામાં આવેલ છે. જેમાં અમ્પાયર્સ સેમિનારમાં નિષ્ણાંત તરીકે માજી આંતરરાષ્ટ્રીય અમ્પાયર્સ તથા BCCIની અમ્પાયર્સ કમિટીના ચેરમેન અમીષ સાહેબા સેવા આપશે. આ સેમિનાર વલસાડ જિલ્લાના અમ્પાયર્સોના અપગ્રેડેશન માટે તથા BCCIની આગામી ડોમેસ્ટિક સિઝન દરમ્યાન GCAની તથા BDCAની કોઈપણ ટુર્નામેન્ટમાં અમ્પાયર્સની સેવા માટે આ સેમિનારમાં ભાગ લેવાનું ફરજીયાત રહેશે જેની નોંધ લેવી.

ઉપરોક્ત સેમિનાર બાદ દરેક અમ્પાયર્સની પરીક્ષા લેવામાં આવશે અને દરેક અમ્પાયર્સને ગ્રેડ આપવામાં આવશે અને ગ્રેડિંગ પ્રમાણે દરેક અમ્પાયર્સને ભવિષ્યમાં તક મળશે. ઉપરોક્ત સેમિનારમાં ભાગ લેવા ઇચ્છુક વલસાડ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારના વ્યક્તિઓને BDCA ઓફિસમાં ઓફિસ સમય દરમ્યાન તારીખ 25 ઓગષ્ટ પહેલા રજીસ્ટ્રેશન કરાવવા BDCAના માનદ મંત્રી જનકભાઈ દેસાઇએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...