કોર્ટે જામીન અરજી ફગાવી:વલસાડના વેપારીઓ સાથે ઠગાઈ કરવાના કેસમાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ વેપારીઓ પાસેથી સામાન મંગાવી કુલ 13.57 લાખની છેતરપિંડી આચરી હતી

વલસાડ શહેરમાં 21 એપ્રિલના રોજ અબ્રામા ખાતે આવેલી મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસના સંચાલકે શહેરના અલગ-અલગ વેપારીઓ પાસેથી સામાન મંગાવી બેંકનો ચેક આપી કુલ 13.57 લાખની છેતરપિંડી આચરી હતી. તે કેસમાં ઝડપાયેલા આરોપી જગદીશ શાંતિભાઈ ભોઈએ 1લી જૂન 2022ના રોજ સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી વલસાડ સેશન્સ કોર્ટના જજ પ્રકાશકુમાર એ પટેલે જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડના શહેર અને આજુબાજુના વિસ્તારોના વેપારીઓને 21 એપ્રિલ 2022ના રોજ અબ્રામા ધરાનગર ખાતે આવેલી મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં વિવિધ વસ્તુઓ મંગાવી વેપારીઓને 2 દિવસ બાદની તારીખનો બેન્કોના ચેક આપ્યો હતો. વેપારીઓએ ખાતામાં ચેક જમા કરતા મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝનો ચેક બાઉન્સ થયો હતો. તમામ વેઓરીઓના ચેક બાઉન્સ થતા વેપારીઓએ મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝના સંચાલકોને ફોન કરતા તમામના ફોન સ્વીચ ઓફ હોવાનું જાણવા મળ્યું આવ્યું હતું.શહેરના વેપારીઓએ મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝની ઓફિસે તપાસ હાથ ધરી હતી. મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝની ઓફિસે તાળું મળી આવતા વેપારીઓ સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી. જેથી વલસાડ સીટી પોલીસ મથકે વલસાડ શહેરના વેપારીઓએ કુલ 13.57 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં ઝડપાયેલા આરોપી જગદીશ શાંતિભાઈ ભોઈએ 1લી જુન 2022ના રોજ વલસાડની સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર વલસાડના DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી વલસાડ સ્ટેશન કોર્ટના જજ પ્રકાશકુમાર એ પટેલે આરોપી જગદીશ ભોઈના જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...