તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન નામંજુર:કપરાડામાં માતાની કુહાડીથી હત્યા કરનાર પૂત્રના જામીન રદ

વલસાડ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો

કપરાડા તાલુકાના ચીચપાડા ગામે સગી માતા ઉપર કુહાડીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાના કેસમાં આરોપી પૂત્રના જામીન સોમવારે વલસાડ સેશન્સ કોર્ટે ફગાવી દીધા હતા.ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી એડિ.સેશન્સ જજ પી.કે.લોટિયાએ જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

કપરાડાના ચીચપાડા ગામે રહેતા યેનુબેન ધાકલભાઇ ઠાકરિયાના પૂત્ર અને તેની પત્ની સાથે અવારનવાર ઝગડો થતો હતો.જેથી તેની પત્ની પિયર જતી રહી હતી.દરમિયાન 25 જુલાઇ 2020ના રોજ યેમુબેન ઉ.વ.65 તેમના ઘરમા રાત્રે 8.30 વાગ્યાના સુમારે ઘરમાં સૂતેલા હતા ત્યારે પૂત્ર અમ્રતને ઠપકો આપતા તેણે ઉશ્કેરાઇ જઇ માતા ઉપર કુહાડીથી હિંસક હુમલો કરી તેણીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ અંગે મૃતકના મોટા પૂત્ર શકારામ ધાકલભાઇ ઠાકરિયાએ કપરાડા પોલીસ મથકે આરોપી નાનો ભાઇ અમ્રત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતી તેની ધરપકડ થઇ હતી.આ કેસમાં આરોપી અમ્રતે ધરમપુર કોર્ટમાં જામીન અરજી રજૂ કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી એડિ.સેશન્સ જજ પી.કે.લોટિયાએ જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો