તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો આદેશ:વલસાડ પાલિકાના ભંગાર કૌભાંડમાં ઇજનેર અને એજન્સી માલિકના જામીન નામંજૂર થયા

વલસાડ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રૂપિયા 2 લાખ જમા કરાવી સાચી કિમત છુપાવતા હોવાની ફરિયાદ થઇ હતી

વલસાડ નગરપાલિકાના ભંગાર કૌભાંડમાં સિટી ઇજનેરે 18 માર્ચે ડ્રેનેજ ઇજનેર, આમીર ટ્રેડર્સના પ્રોપ્રાયટર, મહિલા સભ્યના પતિ સહિત 4 ઇસમો વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ બાદ ઇજનેર અને પ્રોપ્રાયટરની ધરપકડ થઇ હતી.જેમના રિમાન્ડ બાદ જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયા હતા.આ કેસમાં આરોપી ડ્રેનેજ ઇજનેર અને પ્રોપ્રાયટરની જામીન અરજીની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠી ની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એમ.કે.દવેએ અરજી ફગાવી દેતો હુકમ કર્યો છે.

વલસાડ નગરપાલિકાના પારડી સાંઢપોર સ્થિત જર્જરિત એસટીપી ડ્રેનેજ પ્લાન્ટના ભંગારના નિકાલ માટે વાપીની એજન્સીનું ટેન્ડર મંજૂર થયું હતું.જેમાં રૂ.2.01 લાખનો ભંગાર લઇ જવામાં આવ્યો હતો,પરંતું 8 માસ સુધી પાલિકામાં રકમ જમા કરાવવામાં ન આવતા મોટુ કૌભાંડ થયું હોવાનો સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.

જેમાં સીઓએ ડ્રેનેજ ઇજનેર કેયુર રાઠોડને સસ્પેન્ડ કરી દીધો હતો. ત્યારબાદ ભંગારમાં ગેરરિતી અને છેતરપિંડીની આશંકા બાદ સીઓ જે.યુ.વસાવાની સૂચનાથી સિટી ઇજનેર હિતેશ પટેલે ડ્રેનેજ ઇજનેર કેયુર રાઠોડ,આમીર ટ્રેડર્સના પ્રોપ્રાટયર,એજન્સીનો માણસ રઘારામ અને વોર્ડ નં.7ની મહિલા સભ્યનો પતિ સાજીદ ઉર્ફ શેરૂ વિરૂધ્ધ સિટી પોલીસ મથકે 18 માર્ચે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે ઇજનેર અને પ્રોપ્રાયટર મો.હારૂન યુસુફ શેખની ધરપકડ કરી રીમાન્ડ બાદ જ્યુ.કસ્ટડીમાં મૂકાયા હતા.આ આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એમ.કે.દવેએ બંન્નેની જામીન અરજી ફગાવી દીધી હતી.

પોલીસે સમિતિના 4 સભ્યોના નિવેદન લીધા
​​​​​​​વલસાડ પાલિકાના પારડી સાંઢપોર સ્થિત જર્જરિત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ભંગારનું વેચાણ કરવા માટે ટેન્ડરો મગાવ્યા હતા.7 ઓક્ટોબર 2019ના રોજ પાલિકા કચેરીમાં ડ્રેનેજ કમિટિના ચેરમેન રાજેશ રાઠોડ અને કમિટિ સભ્યો,સીઓની હાજરીમાં ટેન્ડર ખૂલ્યા હતા જેમાં આમીર ટ્રેડર્સનું ટેન્ડર મંજૂર કરાયું હતું.

આ જવાબદારી ડ્રેનેજ ઇજનેર કેયુર રાઠોડને સોંપી હતી.અને રૂ.2.01 લાખ પાલિકામાં 7 દિવસમાં ભરવા વર્કઓર્ડરમાં શરત હતી,તેમ છતાં 8 માસથી રકમ જમા ન થતા પાલિકા સભ્યોએ હોબાળો મચાવી ભંગારમાં મોટુ કૌભાંડ હોવાની શક્યતા દર્શાવી હતી.જેને લઇ ડ્રેનેજ ઇજનેર કેયુર રાઠોડ,એજન્સીના પ્રોપ્રાયટર,રઘારામ અને અપક્ષ મહિલા સભ્યના પતિ સાજીદ ઉર્ફ શેરૂ વિરૂધ્ધ ફરિયાદ દાખલ થઇ હતી.આ કેસમાં ઇજનેર સહિત 3ની ધરપકડ બાદ વધુ તપાસ માટે વલસાડ સિટી પોલીસના પીએસઆઇ જે.આઇ.રાઠોડની ટીમે શનિવારે પાલિકા પહોંચી નિવેદનો લીધા હતાં.જેમાં ડ્રેનેજ કમિટિના 4 સભ્યના નિવેદન લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો