તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજી નામંજૂર:વલસાડમાં કુટણખાનાના દલાલ આરોપીના જામીન ફગાવાયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિટી પોલીસે બાતમીના આધારે ફ્લેટમાં રેઈડ કરી હતી
  • મહિલા સંચાલક સાથે મળી ગ્રાહકો સપ્લાય કરતો

વલસાડના અબ્રામામાં પોલીસે 4 જૂને એક એપાર્ટમેન્ટના ફલેટમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરી મહિલા સંચાલક,દલાલ અને ધરમપુર તાલુકાના 2 ગ્રાહકની ધરપકડ કરી હતી.આ કેસમાં પકડાયેલા દલાલે વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ રજૂ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી એડિ.સેશન્સ જજ એમ.આર.શાહે શુક્રવારે અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.વલસાડના અબ્રામા સોનાનગર ખાતે યશ કમલ એપાર્ટમેન્ટના ત્રીજા માળેે ફ્લેટ નં.301માં ચાલતી દેહ વિક્રયની પ્રવૃત્તિનો પર્દાફાશ કરવા સિટી પોલીસે દરોડો પાડ્યો હતો.

જેમાં આશા જેતન દાશ રહે.સોનાનગર,યશ કમલ એપા.તેમજ વાપી હોટલ પેપીલોન પાછલ,દલાલ કમલેશ વેણીભાઇ શોઢા,ઉ.48,રહે.પંચવટી મોગરાવાડી,વલસાડ અને ગ્રાહકો નિર્મલ રમેશભાઇ પટેલ ઉ.31, રહે.મોટો ઢોલડુંગરી,ધરમપુર અને શ્યામ રાજેશ પટેલ.ઉ.31,રહે. રાજમાળ રોડ,વિજયા લક્ષમી પેલેસનાઓની ધરપકડ કરી હતી.આ કેસમાં દલાલની ભૂમિકા ભજવતા આરોપી કમલેશ શોઢાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.જેની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી એડિ.સેશન્સ જજ એમઆર શાહે જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...