તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગૌરક્ષકના મોતના કેસમાં 9 આરોપીના જામીન રદ

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેમ્પો ચઢાવતા યુવકનું મોત થયું હતું

વલસાડ હાઇવે ઉપર પશુ ભરેલો ટેમ્પો ગૌરક્ષક સાથે અથડાવી મોતને ઘાટ ઉતારી દેવાના કેસમાં સેશન્સ કોર્ટે 9 આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.

17 જૂને ધરમપુરના બારસોલ ગામથી 11 ગાય ભરીને મહારાષ્ટ્ર જતાં ટેમ્પોનો ધરમપુરના ગોરક્ષક હાર્દિક કંસારાએ પીછો કરી બામખાડી હાઇવે પર ટેમ્પો રોકવાનો પ્રયાસ કર્યો હતો.જેમાે આવી રહેલા ટેમ્પોના ચાલકે ચાલૂ ગાડીએ કૂદી પડી હાર્દિક સાથે ટેમ્પો અથડાવી તેનું મોત નિપજાવ્યુ હતું.આ ઘટનામાં ડુંગરી પોલીસે 10 આરોપીની ધરપકડ કરી હતી.ટેમ્પો ચાલકે બામખાડીમાં ઝંપલાવી દેતા તેનું મોત થયું હતું.ધરપકડ કરાયેલા 9 આરોપીએ વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.જેની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ સરકારી વકીલ કમલેશ શ્રોફની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એમ.કે.દવેએ તમામ આરોપીની જામીન અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...