તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:પોલીસની NOC- અતુલ પં.ના બોગસ દાખલા કેસમાં જામીન રદ

વલસાડ18 દિવસ પહેલા
 • કૉપી લિંક

વલસાડ પોલિસની વેરિફિકેશન એનઓસી અને અતુલ પંચાયતનાર રહેઠાણના બોગસ દાખલા બનાવી છેતરપિંડી કરવાના કેસમાં વલસાડ સેશન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે.ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એમ.કે.દવેએ જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અતુલના મુકુન્દ ગાર્ડન સોસાયટી ખાતે રહેતા મુબીન રમઝાન શેખ,રિતેશ રમેશકુમાર શર્મા,રહે.આમલી,ગુડ્ડુનીચાલ,અતુલનાઓ ખોટી પોલિસ વેરિફિકેશન એનઓસી અને અતુલ ગ્રામપંચાયતના બોગસ રહેઠાણના દાખલા બનાવતાં 21 જાન્યુઆરીએ વલસાડ રૂરલ પોલિસે ઝડપી પાડ્યા હતા.આ કરતૂતમાં અન્ય 12 જેટલા સાગરિતોને પોલિસે વોન્ટેડ જાહેર કર્યા હતા.આ કેસમાં વલસાડ રૂરલ પોલિસે પકડી પાડેલા આરોપી રિતેશકુમાર રમેશકુમાર શર્માએ વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી.જેની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એમ.કે.દવેએ આરોપીની જામીન અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.હજી આ કેસમાં વધુ આરોપીઓની વલસાડ રૂરલ પોલિસ સઘન શોધખોળ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો