જામીન નામંજૂર:વલસાડના અટક પારડી ખાતે સગા ભાઈ-ભાભીની હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર

વલસાડ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ માતાના મૃત્યુ બાદ વિધિ માટે વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી

વલસાડના અટક પારડી ખાતે સગા ભાઇ અને ભાભીની હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીએ માતાના મૃત્યુ બાદ વિધિ માટે માંગેલા વચગાળાના જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.
15 દિવસની જામીન અરજી રજુ કરી હતી
વલસાડ હાઇવે ઉપર આવેલા ઘરના કમ્પાઉન્ડના ગેટ પાસે જ મુંબઈના સાગરીતોની મદદ મેળવી ભાઈ-ભાભી ઉપર હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવવાના ગુનામાં સંડોવાયેલા આરોપીએ પોતાની માતાની મરણોત્તર વિધિ માટે 15 દિવસના વચગાળાના જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ પ્રકાશકુમાર પટેલે આરોપીની મૃતક માતાની મરણોત્તર વિધિ કરવા માટે મંગેલા વચગાળાના 15 દિવસના જામીન અરજી નામંજૂર કરી હતી.

વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી અરજી નામંજૂર
અટક પાડી ગામના એઠવા ફળિયા ખાતે રહેતા કિરણભાઈ બાબુભાઈ પટેલ અને તેની પત્ની જાગૃતિબેન 22 જુલાઈ 2018ના રોજ તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે સેવા કરી તેમની મોટર સાઇકલ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ઘરના કમ્પાઉન્ડના ગેટ પાસે જ આરોપીએ તેના મુંબઈના સાગરીતોની મદદ લઇ, સગા ભાઇ-ભાભીની હત્યા કરી નાખી હતી. જે ગુનામાં સંડોવાયેલો સતિષ બાબુ પટેલે 5 ઓગસ્ટના રોજ વલસાડની સેશન્સ કોર્ટમાં પોતાની માતાના મૃત્યુ બાદ વિધિ કરવા માટે 15 દિવસ માટે વચગાળાની જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી વલસાડની સેશન્સ કોર્ટના જજ પ્રકાશકુમાર પટેલે આરોપી સતીશ પટેલના વચગાળાના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...