• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Babita, The Main Informer Of Valsad's Chakchari Vaishali Balsara Murder Case, Became Infected With Corona, Was Shifted To Civil For Treatment.

મુખ્ય આરોપી કોરોનાગ્રસ્ત:વલસાડના ચકચારી વૈશાલી બલસારા હત્યા કેસની મુખ્ય સૂત્રધાર બબીતા કોરોના સંક્રમિત બની, સિવિલમાં સારવાર માટે ખસેડાઈ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટમાં રજૂ કરતા પહેલા બબીતાના પોલીસ મથકે રેપીડ ટેસ્ટ કરાવતા સંક્રમિત જાહેર થઈ હતી
  • બલદા PHCમાં RTPCR ટેસ્ટ કરાવ્યા બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી​​​​​
  • પારડી પોલીસ મથકે છેલ્લા 5 દિવસથી બબીતા પોલીસ કસ્ટડીમાં જ હતી

વલસાડ જિલ્લાની ચકચરિત વૈશાલી બલસારા હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર બબીતા કૌશિકને પારડી કોર્ટમાં રજૂ કરતા વધુ રિમાન્ડની માંગણી કરે તે પૂર્વે બબીતાનો કોરોના રેપીડ ટેસ્ટ કરાવતા બબીતા કૌશિક સંક્રમિત જાહેર થઈ હતી. જેથી પારડી પોલીસે પારડીના બાલદા PHC ખાતે RTPCR ટેસ્ટ કરાવ્યા હતાં. બબીતા કૌશિકને પારડી પોલીસના કાફલા સાથે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. વૈશાલી હત્યા કેસની મુખ્ય સૂત્રધાર બબીતા છેલ્લા 5 દિવસ ઉપરાંતથી પારડી પોલીસની કસ્ટડીમાં હતી. બબીતા સંક્રમિત જાહેર થતાની સાથે તપાસ દરમ્યાન બબીતાના સંપર્કમાં આવેલા તમામ પોલીસ જવાનોને રેપીડ ટેસ્ટ કરાવવામાં આવ્યા સાથે પારડી પોલીસ મથકને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.

વલસાડ તાલુકાના સેગવી ખાતે રહેતી વૈશાલી બલસારાએ બબીતા કૌશિકને 20 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. જે રૂપિયા પરત કરવા માટે વૈશાલી બબીતા પાસે રૂપિયાની માંગણી કરતી હતી. તે રૂપિયા આપવા ન પડે તે માટે બબીતાએ પંજાબથી કોન્ટ્રાકટ કિલરની મદદ લઈને 27 ઓગષ્ટની સાંજે પારનેરા પશુ દવાખાના પાસે આવેલા તળાવ કિનારે બબીતાએ કોન્ટ્રાકટ કિલરની મદદ લઈને વૈશાલીની કારમાજ વૈશાલીની હત્યા કરીને પારડી હાઇવે ઉપર આવેલી પાર નદી કિનારે અવારું જગ્યાએ વૈશાલીની કાર મૂકી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. તે કેસમાં વલસાડ પોલીસની અલગ અલગ 8 ટીમોએ ઝીણવટ ભરી રીતે કેસની તપાસ કરતા બબીતાની સંડોવણી સામે આવતા પારડી પોલીસે બબીતાની અટકાયત કરી પારડી કોર્ટમાંથી પહેલા 2 દિવસના ત્યારબાદ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

આજરોજ બબીતાના રિમાન્ડ પૂર્ણ થતાં પારડી પોલીસ મથકે બબીતાનો રેપીડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં બબીતા સંક્રમિત જાહેર થતા પારડી પોલીસે બબીતાની પારડીના બાલદા PHC ખાતે RTPCR ટેસ્ટ કરાવવા મોકલાવી હતી. જેમાં બબીતા સંક્રમિત.જાહેર થતા પારડી પોલીસે પોલીસના બંદોબસ્ત સાથે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. છેલ્લા 5 દિવસ ઉપરાંતથી બબીતાની પારડી પોલીસ મથકે તપાસ અટકાયત કરવામાં આવી હતી. બબીતા આજરોજ સંક્રમિત જાહેર થતા તેના સંપર્કમાં આવેલા તમામ પોલીસ જવાનોને રેપીડ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. પારડી પોલીસને પણ સુરક્ષાના ભાગ રૂપે સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...