ફરિયાદ:હિંગરાજમાં લગ્ન પ્રસંગમાં બબાલ, ધક્કો મારતા મારામારી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નાચગાન પ્રોગ્રામમાં ઢિક્કામૂક્કી મારતા યુવાન સિવિલમાં

ભદેલી જગાલાલા પાસે હિંગરાજ રોડ ફળિયામાં લગ્નમાં નાચગાન દરમિયાન જૂની અદાવતમાં બબાલ મચી જતાં મામલો પોલીસ દફતરે પહોંચ્યો હતો.ધક્કામુ્ક્કી કરનાર બે યુવાનોએ અન્ય એક યુવાનને ફેટ મારી ઢીક્કામૂક્કીનો માર મારતા ઇજાગ્રસ્ત યુવાનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.આ મામલે બંન્ને યુવાન વિરૂધ્ધ ફરિયાદ થતાં વલસાડ રૂરલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

વલસાડના દરિયાકાંઠાના ગામ ભદેલીજગાલાલાના હિંગરાજ રોડ ફળિયામાં લગ્ન પ્રસંગ હોવાથી શુક્રવારે મોડી રાત્રે નાચગાનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.જીજ્ઞેશકુમાર જયંતિભાઇ ટંડેલ અને તેનો ભાઇ ભુપેન્દ્ર તથા ફળિયાના લોકો નાચગાનમાં મસ્ત હતા ત્યારે જીજ્ઞેશકુમાર સાઇડ પર ઉભો હતો.દરમિયાન અચાનક ફળિયામાં જ રહેતા સેહુલકુમાર ધનજીભાઇ ટંડેલ અને મોન્ટિશ ગોવિંદ ભાઇ ટંડેલ નામના બે યુવાનોએ આવીને નાચગાનના પ્રોગ્રામમાં ધક્કામૂક્કી કરવા લાગ્યા હતા.

ભુપેન્દ્ર ટંડેલે આ બંન્નેને ધક્કા મૂક્કી કેમ કરે છે તેવું કહેતાં સુહેલ ટંડેલે એકદમ ઉશ્કેરાઇ જઇને ભુપેન્દ્રના મોઢાં પર ફેટ મારી દીધી હતી.સેહુલ અને મોન્ટિશે ઝગડો કરી ભુપેન્દ્રને ઢિક્કામૂક્કીનો માર મારતાં બબાલ મચી ગઇ હતી.પોતાના ભાઇને મારથી બચાવવા જીજ્ઞેશ અને અન્ય લોકોએ દોડી આવી ભુપેન્દ્રને છોડાવ્યો હતો.ઇજા પામેલા ભુપેન્દ્રને ત્યારબાદ વલસાડ સિવિલમાં દાખલ કરાયો હતો.જૂની અદાવત રાખી ભુપેન્દ્રને ફેટનો માર મારમાર મારનારી ઝગડો કરનાર બંન્ને યુવાન વિરૂધ્ધ જિજ્ઞેશકુમાર જયંતિભાઇ પટેલે વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...