ગૌરવ:વલસાડની યુવા મહિલાને બેસ્ટ જ્વેલરી ડિઝાઇનનો એવોર્ડ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડની એક આશાસ્પદ જ્વેલરી ડિઝાનર મહિલાને આર્ટિસન જ્વેલરી ડિઝાઇન-2021નો બેસ્ટ ડિઝાઇનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.ભવ્ય એવોર્ડ સમારોહમાં શહેરની આ 30 વર્ષીય યુવા મહિલાને જ્વેલરી ડિઝાઇનમાં નવા ઇનોવેશનનો ઉચ્ચ કક્ષાનો એવોર્ડ મળતા દક્ષિણ ગુજરાત સહિત વલસાડને ગૌરવ પ્રાપ્ત થયું છે.મહિલાઓને પોતાની કુશળતા અને ક્ષમતા પુરવાર કરવા આત્મવિશ્વાસની પ્રેરણા પૂરી પાડી તેમણે નવી રાહ ચિંધી છે.

શહેરના ભારદ્વાજ પરિવારની સુપૂત્રી અને બંકીમ દેસાઇની પૂત્રવધુ નમ્રતા ભારદ્વાજ જ્વેલરી ડિઝાઇનિંગમાં મહારત હાસલ કરી રહી છે.ચાલૂ વર્ષે મુંબઇમાં જેમ્સ અએન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આર્ટિસન (Artisan) જ્વેલરી ડિઝાઇન એવોર્ડ-2021 સ્પર્ધાનું મોટાપાયે આયોજન કરાયું હતું.જેમાં વલસાડની આ આશાસ્પદ અને જ્વેલરી ડિઝાઇનમાં નિપૂણતા પ્રાપ્ત કરનાર મહિલા નમ્રતા ભારદ્વાજે પણ ભાગ લીધો હતો.

જ્વેલરી ડિઝાઇન માટે યોજાતા એવોર્ડ કોમ્પિટિશન્સમાં દેશ વિદેશના સ્પર્ધક જ્વેલરી ડિઝાઇનરો પણ ભાગ લે છે,જેમાં વલસાડની ડિઝાઇનરે ભાગ લઇ આર્ટિસન જ્વેલરી ડિઝાઇન-2021નો ખિતાબ જીતી લઇ વલસાડ શહેર,ભારદ્વાજ પરિવાર અને દેસાઇ પરિવારનું ગૌરવ વધાર્યું છે.આ મહિલાની સિધ્ધિથી આગળ વધો તો મહિલાઓ કોઇપણ ક્ષેત્રમાં પાછળ રહી શકે નહિ તેવો સંદેશો વહેતો થયો છે.

સ્પે.હેરિટેજ થીમની કૃતિ રજૂ કરી
ચાલૂ વર્ષ 2021માં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ દ્વારા સ્પર્ધકો માટે Reinventing Heritage Victorian થીમ રાખવામાં આવી હતી.વલસાડની નમ્રતા ભારદ્વાજે રજૂ કરેલી અદભૂત જ્વેલરી કૃતિમાં પિન્ક ગોલ્ડમાં જડિત ડાયમંડ અને મોતીના અદભૂત ગઠનનો ઉપયોગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...