તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામાં 45 થી વધુ વર્ષની વયજૂથના વ્યક્તિઓના રસીકરણની કવાયત બીજા દિવસે પણ જિલ્લાના તમામ પીએચસી અને સીએચસી સહિત સરકારી હોસ્પિટલોમાં આગળ ધપાવવામાં આવી હતી.શુક્રવારે સાંજ સુધીમાં 7733 જેટલા વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.ધીમે ધીમે લોકો રસીકરણ માટે આગળ આવે તેની જાગૃતિ પણ આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર કવાયત હાથ ધરી રહ્યું છે.
1 એપ્રિલથી જિલ્લામાં સરકારની ગાઇડલાઇન અને વયજૂથના ક્રાઇટેરિયા મુજબ જિલ્લા આરોગ્ય વિભાગે રસીકરણની પક્રિયાને આગળ ધપાવી હતી. તબીબોના મતે વેક્સિન લેનાર વ્યક્તિએ 24 કલાક પહેલા અને પછી કોઇ પણ જાતનું તંબાકુ, ગુટખા જેવુ વ્યસન કરવું નહીં. આ ઉપરાંત સાવ ખાલી પેટે પણ રસી લેવાનું ટાળવુ જોઇએ.
સૌ પ્રથમ વેક્સિનના કેન્દ્ર ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
વેક્સિનેશન માટે સૌ પ્રથમ રસી લેવા આવનારે રસીકરણ કેન્દ્ર પર આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ કે આઇડી પ્રુફની ઝેરોક્ષ સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં મોબાઇલ નંબર આપવાનો રહેશે. જેથી રસી લેનાર વ્યક્તિ પર તરત જ મેસેજ આવી જાય છે. અને મોબાઇલ નંબર કોવિડ સોફ્ટવેરમાં નોેંધાય છે.
રજિસ્ટ્રેશન બાદ રસીકરણ માટે વેઇટિંંગ રૂમમાં બેસવાનું રહેશે
રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લેનારે વેઇટિંગરૂમમાં સામાજીક અંતર જાળવી બેસવાનું રહે છે. જ્યાં સુધી આરોગ્ય કર્મચારી તેમના નામની જાહેરાત ન કરે ત્યાં સુધી વેઇટિંગરૂમમાં રાહ જોવાની રહે છે. 10 મિનિટ બાદ તબક્કાવાર રસી માટે બોલવવામાં આવે છે.
રસીકરણ રૂમમાં લઇ જઇ વેક્સિન હાથ પર મૂકવામાં આવે છે
બે તબક્કા પૂર્ણ થયા બાદ રસી લેનાર વ્યક્તિને આરોગ્ય કર્મચારી દ્વારા વેક્સિનેશન રૂમમાં લઇ જવામાં આવે છે. જ્યાં તેમના હાથ પર રસી આપવામાં આવે છે. જ્યાં આરોગ્ય કર્મચારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે તાવ અને દુખાવાની ગોળી પણ આપવામાં આવે છે.
રસી મૂકાવ્યા બાદ 20 મિનિટ ઓબ્ઝર્વેશન રૂમમાં બેસાડાશે
રસી મુકાવ્યા બાદ તરત જ રસી લેનારને કોઇ આડ અસર ન થાય તે માટે ઓબ્ઝર્વેશન રૂમમાં લઇ જવામાં આવે છે. જ્યાં અંદાજે 20 મિનિટ આરામ કરાવવામાં આવે છે. આમ રસી લેનારે ચાર તબક્કામાંથી પસાર થવુ પડે છે. અંદાજે 30 મિનિટ જેટલો સમય વેક્સિનેશનમાં જાય છે. દિવસમાં 1 કેન્દ્ર પર 100થી વધુને રસી અપાય છે.
વાપીમાં 13 સ્થળોએ 2 હજારને રસી
વાપી શહેરમાં ટાઉન,ડુંગરા,સુલપડ અર્બન હેલ્થ સેન્ટર,વીઆઇએ ઓડિટોરિયમ સહિત કુલ 13 સ્થળોએ વેક્સિનની ડ્રાઇવ રાખવામાં આવી હતી. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીમાં આ તમામ કેન્દ્રો પર કુલ 2 હજાર લોકેને વેકિસન આપવામાં આવી હતી.જેમાં કોઇને આડ અસર થઇ ન હતી. વાપીમાં કોરોનાના કેસો વધતાં વેક્સિન માટે લોકો સામેથી આગળ આવી રહ્યાં છે. ધીમે-ધીમે વેક્સિનેશનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કોરોનાને અટકાવવા કામદારોને વેક્સિન
ગત માર્ચમાં કોરોનાની એન્ટ્રી સાથે સૌથી વધારે કેસો વાપીમાં આવ્યા હતાં. કામદારોની અવર જવરના કારણે કેસો વધ્યા હતા. જેના કારણે હાલ કોરોનાને કેસો વધે નહિ તે માટે પહેલા કામદારોને ઝડપથી વેક્સિન આપવાનો લક્ષ્ય નકકી કરવામાં આવ્યો છે. દરેક કંપનીઅોમાં વેક્સિન માટે કેમ્પો રાખવામાં આવી રહ્યાં છે.શુક્રવારે જય કેમિકલ કેમિકલના કેમ્પમાં વીઆઇએ પ્રમુખ પ્રકાશ ભદ્રાએ પણ વેક્સિન લીધી હતી.
વલસાડ જિલ્લામાં વેક્સિનેશન | ||||
તાલુકો | HCW | FLW | 45 પ્લસ | 60 પ્લસ |
વલસાડ | 123 | 811 | 7733 | 3543 |
વેક્સિન સમયે તકેદારી રાખવી જરૂરી વેક્સિન બાદ આડઅસર થવાની સંભાવના નહિવત છે, પરંતુ વેક્સિન સમયે લોકોએ કેટલીક તકેદારી રાખવી જોઇએ. જેમાં લોકોએ વેક્સિન સમયે પહેલા અને પછીના 24 કલાક વ્યસન (આલ્કોહોલ સહિત) ટાળવું જોઇએ. વેક્સિન લીધા બાદ તરત બહાર જવાનું ટાળી આરામ કરો. રસી લીધા બાદ જો તાવ આવે, માથુ દુખે જેવી તકલીફ થાય તો તબીબના માર્ગદર્શન હેઠળ દવા લેવી જોઇએ.45 દિવસ બાદ બીજો ડોઝ લેવો જરૂરી છે.{ ડો.સીં પાંડે, મેડિકલ ઓફિસર, વાપી
અત્યાર સુધીનો રસીકરણ લક્ષ્યાંક અને એચિવમેન્ટ
લાભાર્થી | લક્ષ્યાંક | એચિવમેન્ટ |
હેલ્થ કેર વર્કર | 28404 | 26347 |
ફ્રન્ટલાઇન વર્કર | 27574 | 24002 |
45થી 60 પ્લસના | 293137 | 47235 |
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.