વલસાડ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદ ન થતાં ખેડૂતોમાં ચિંતા થવા માડી હતી.પરંતું હવામાન ખાતાની આગાહીના પગલે શુક્રવારે વાતાવરણમાં ફેરફાર થતાં રાત્રે વરસાદ થયો હતો અને શનિવારે પણ વરસાદી માહોલ જામ્યો હતો.જેમાં શુક્રવારે મોડી સાંજે થોડો વરસાદ થયો હતો જ્યારે શનિવારે સવારે 6થી સાંજે 4 દરમિયાન વલસાડ,વાપી,પારડી અને ઉમરગામ તાલુકામાં બેઠો અને ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોને રાહત મળી હતી.આ સાથે ભારે બફારો અને ઉકળાટ વચ્ચે લોકોને પણ ઠંડકની અનુભૂતિ થઇ હતી.
ક્યાં કેટલો વરસાદ
તાલુકો | વરસાદ | મોસમનો |
ઉમરગામ | 27 | 1581 મિમિ |
કપરાડા | 0 | 3094 મિમિ |
ધરમપુર | 0 | 2519 મિમિ |
પારડી | 26 | 1882 મિમિ |
વલસાડ | 23 | 1766 મિમિ |
વાપી | 17 | 2003 મિમિ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.