તસ્કર રંગેહાથ ઝડપાયો:અતુલના બાબા એપાર્ટમેન્ટના પહેલા માળે તસ્કરોએ ત્રાટક્યા, સ્થાનિક લોકોની જાગૃતતાને લઇ એક ઝડપાયો, ત્રણ ફરાર

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડના અતુલમાં એક એપાર્ટમાં ચોરી કરવા આવેલા તસ્કરોની જાણ લોકોને થઈ જતા લોકોએ એક તસ્કરને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો.

શિયાળાની શરૂઆત થતાની સાથે તસ્કરો રીઢા બનતા હોય છે.વલસાડ તાલુકાના અતુલ ફસ્ટ ગેટ પાસે બાબા એપાર્ટમેન્ટના પહેલા માળે એક ફ્લેટને ચાર જેટલા તસ્કરોએ ટાર્ગેટ કર્યો હતો. અચાનક સ્થાનિક લોકો અને ફ્લેટ માલિક ફ્લેટ ઉપર આવી પહોંચ્યા હતા. ફ્લેટ માલિકને જોઈ તસ્કરોએ ફ્લેટ માલિકને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ફ્લેટ માલિકે બુમાબૂમ કરતા સ્થાનિક લોકો મદદે દોડી આવવાની બીકે તસ્કરો ભાગી છુટ્યા હતા. જે પૈકી એક તસ્કરને સ્થાનિક લોકોએ દબોચી કાઢ્યો હતો. અને ઘટના અંગે પોલીસ કંટ્રોલરૂમમાં સ્થાનિક લોકોએ બનાવની જાણ કરી હતી. વલસાડ રૂલર પોલીસની ટીમને પોલીસ કંટ્રોલ રૂમમાંથી જાણ કરાતા વલસાડ રૂલર પોલીસ ની ટીમે તાત્કાલિક અતુલ ફર્સ્ટ ગેટ પહોંચી, તસ્કરનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...