ફરિયાદ:વલસાડમાં કોર્ટનું વોરન્ટ બજાવવા જતા પોલીસ પર પિતા પુત્રોનો હુમલાનો પ્રયાસ

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસ ચોર છે, કોર્ટની ગુલામ છે તેમ કહી કોર્ટ સામે ગંભીર ટીકા કરી

વલસાડની કોર્ટના વોરન્ટની બજવણી માટે ગયેલા સિટી પોલીસ મથકના એક પોલીસ કર્મી ઉપર પોલીસની જાહેર કાર્યો બજાવવામાં અડચણ ઉભી કરી પિતા પૂત્રોએ હુમલાનો પ્રયાસ કરતા પોલીસ ધસી ગઇ હતી. વલસાડના કૈલાસ રોડ ઉપર પારડીસાંઢપોરમાં રહેતા ઉદય જયકીશન રાણાના નામે 2015ના એક કેસ મામલે વલસાડ કોર્ટમાંથી સિટી પોલીસ મથકમાં વોરન્ટ આવ્યું હતું. આ વોરન્ટ, સમન્સ બજાવવાની ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અશ્વિન રંગાજી ઉદય રાણાના નામનું વોરન્ટ લઇને અગાઉ ઘણીવાર જતા તેઓ ઘરે મળતા ન હતા.

દરમિયાન શુક્રવારે પોલીસ કર્મી તેમના ઘરે બપોરે જતાં તેમનું ઘર ખુલ્લુ હતું,જેથી પોલીસ કર્મી અશ્વિન રંગાજીએ ઉદય રાણાને વોરન્ટ અંગે સમજ આપતા તેણે પોલીસ કર્મી સામે આવેશમાં આવી જઇ જોર જોરથી બુમો પાડવા લાગ્યો હતો.દરમિયાન ઘરમાંથી તેના બે દિકરા યશ અને ધ્રુવ હાજર હોય તમે પોલીસ કોર્ટની ગુલામ છો તમે પોલીસ ચોર છો અને મારા પિતાજીને ખોટા ખોટા વોરન્ટો આપી હેરાન પરેશાન કરો છો તેમ કહી આવેશમાં કોર્ટ વિશે પણ ગંભીર ટીપ્પણી કરી હતી.

ત્રણે બાપ દિકરાએ પોલીસ કર્મી ઉપર હુમલો કરવાની કોશિશ કરતાં સિટી પોલીસને જાણ કરાઇ હતી,જેને લઇ તેમને પકડવા પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી જીપમાં લઇ જવા પ્રયાસ કરતા તેઓ જીપમાં બેસતા ન હતા,જેને લઇ પોલીસે ત્રણેને જીપમાં બેસાડી પોલીસ મથકે લાવી પોલીસ કર્મીની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...