મોટી દુર્ઘટના ટળી:વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, તપાસનો ધમધમાટ શરૂ

વલસાડ6 દિવસ પહેલા
  • રાજધાની એક્સપ્રેસ પોલ પર ફરી વળી, સદનસીબે દુર્ઘટના ટળી
  • સમગ્ર મામલો બહાર આવતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ દોડ્યા

વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે ગત રોજ મોડી સાંજે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી. અતુલ રેલ્વે સ્ટેશન નજીક રેલવે ટ્રેક ઉપર કોઈ અજાણ્યા શખ્સોએ સિમેન્ટનો પોલ પાટા પર મૂકી ટ્રેનને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો હતો. તે કેસમાં વલસાડ રૂરલ પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી વલસાડ LCB, SOG, રૂરલ પોલીસ, RPF અને GRPના પોલીસના જવાનોની અલગ અલગ ટીમ બનાવી રેલવે કોરિડોરની કામગીરી કરતા શ્રમિકોની પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે.

વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક રેલવે કિલોમીટર નંબર 192ના પોલ ન. 18 અને 16 વચ્ચે ગત રોજ સાંજે કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન સાંજે 19:10 કલાકે રેલવે ટ્રેક ઉપર પસાર થતી VIP ટ્રેન રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એન્જીને પિલરને છૂંદી ટ્રેન આગળ વધી ગઈ હતી. ટ્રેનના પાયલોટે તાત્કાલિક ઘટના અંગે વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન માસ્તરને ઘટનાની જાણ કરી હતી. ઘટનાને લઈ વલસાડ જિલ્લા પોલીસ, RPF, GRP.સહિત અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અધિકારીઓએ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

રાજધાની ટ્રેનનો સમય પસંદ કરવામાં આવ્યો કે અનાયાસે તે સમય પર ઘટના બની તે અંગે પણ વલસાડ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. સમગ્ર ઘટના અંગે રૂરલ પોલોસ મથકે FIR નોંધાવી LCB, SOG, રૂરલ પોલીસ, RPF અને GRPની અલગ અલગ ટીમો બનાવી ઘટનાની ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી છે. ઘટનાની ગંભીરતાને લઈને અતુલ રેલવે સ્ટેશન પાસે એડિશનલ DG સહિત પોલીએ અધિકારીઓ અને પીએ જવાનોનોએ બાતમીદારો ઝ ટેક્નિકલ સર્વેલન્સઝ ડોગ સ્ક્વોડ, FSL અને બૉમ્બ સ્ક્વોડ સહિત અનેક એજન્સીઓએ ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...