હુમલો:વલસાડમાં ગુટકા ખાવાની ના પાડતા વોચમેન પર હુમલો

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્કરને મેનેજરે કાઢતા અદાવત રાખી હતી

ધરમપુર રોડ ઉપર અબ્રામામાં રિલાયન્સ કપડાના શોરૂમમાં નોકરી કરતાં સિક્યુરિટી ગાર્ડ મોહિત વિનોદભાઇ ઉપાધ્યાય સાથે સ્ટાફ વર્કર તરીકે પ્રિતેશ દેશમુખ,રહે.પ્રમુખ ગ્રીન સોસાયટીનાને ગુટકા ખાઇને ગમે ત્યાં થૂંકતા રોકી મેનેજર ગુસ્સે થાય છે તેવું જણાવી તેને શોરૂમમાં જતો અટકાવતો હતો.જેની મોહિતે મેનેજરને ફરિયાદ કરતાં પ્રિતેશને નોકરીમાંથી કાઢી મૂકાયો હતો.જેને લઇ તેની સાથે કામ કરતો પરિમલ દિનેશભાઇ વાઘરી,રહે.ધોબીતળાવ,અંબાજી મહોલ્લાનાએ મોહિતને કહ્યું કે,તારા લીધે પ્રિતેશને નોકરી પરથી કાઢી મૂક્યો છે હવે તેને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી.જે અંગે વોચમેન મોહિતે મેનેજરને વાત કરતાં પરિમલને પણ કાઢી મૂકાયો હતો.

આ ઘટના બાદ પ્રિતેશ,પરિમલ અને અને અગાઉ શોરૂમમાં નોકરી છોડી ગયેલો ધનસુખ વાઘરી,રહે.ધોબીતળાવ,અંબાજી મહોલ્લાના મળી ત્રણે જણા રાત્રે 10.30 વાગ્યાના સુમારે અબ્રામા તુલસીવનમાં ભાલનભાઇના મકાનમાં રહેતા સિક્યુરિટી ગાર્ડ મોહિતના ઘરે પહોંચી જઇ તારા કારણે જ મેનેજરે મને અને પરિમલને નોકરીમાંથી કાઢી મૂક્યો હોવાનું જણાવી ગાળાગાળી કરી ઢિક્કામૂક્કીનો માર માર્યો હતો.પ્રિતેશ લાકડુ માથામાં મારી ત્રણે ભાગી છુટ્યા હતા. વોચમેન મોહિતને ઇજા પહોંચતા ઘરવાળા દોડી આવી તેને સિવિલમાં દાખલ કરાયો હતો.જ્યાં પ્રિતેશ,પરિમલ અને તેનો ભાઇ ધનસુખ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...