તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:વલસાડના ફલધરામાં મીટર ચેકિંગ કરવા ગયેલા વીજ કર્મીઓ પર હુમલો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઢીક્કામૂક્કીનો માર મારતા એકનો શર્ટ ફાટ્યો, વીજ ચોરી સામે ટીમની કાર્યવાહી

વલસાડના ફલધરા ગામે ધરમપુર તાલુકાના બોપી વીજ યુનિટની વીજ કંપનીની ટીમે લોકોના મીટર ચેકિંગની કાર્યવાહી કરતાં વીજ ચોરીની બાબત ધ્યાને આવી હતી.જેને લઇ ટીમની કાર્યવાહીથી રોષે ભરાયેલા કેટલાક તત્વોએ કર્મીઓ પર હુમલો કરી માર મારતા મામલો રૂરલ પોલીસ મથકે પહોંચ્યો હતો.

વલસાડના ફલધરા ગામમાં વીજ કંપનીની ટીમના કર્મીઓ ગુરૂવારે વહેલી સવારે પહોંચી ગયા હતા.જ્યાં ઘરોમાં વીજ મીટરના ચેકિંગની કાર્યવાહી હાથ ધરાતા કેટલાક લોકો વીજ ચોરી કરતા હોવાનું ધ્યાને આવતા કાર્યવાહી હાથ ધરાય તે પહેંલા કેટલાક લોકોમાં ભારે રોષ ફેલાઇ ગયો હતો.જેના કારણે ઉશ્કેરાયેલા તત્વોએ કર્મચારીઓને ધક્કે ચઢાવી ઢિક્કામૂક્કીનો માર મારતાં દોડધામ મચી ગઇ હતી.

એક કર્મચારીનો શર્ટ પણ ફાડી નાંખવામાં આવ્યો હતો,જ્યારે એક કર્મચારીની આંખના ભાગે ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.વીજ કંપનીના કર્મીઓ પર હુમલો થવાની આ ઘટના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રૂરલ પોલીસ મથકે કર્મચારીઓ પહોંચી ગયા હતા.જ્યાં હુમલો કરનાર તત્વો વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

રૂરલ પોલીસ કર્મીઓનો કાફલો પહોંચ્યો
વલસાડ તાલુકાના ફલધરામાં વીજ કંપનીના કર્મચારીઓ પર હુમલાની ઘટનાને લઇ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓમાં ભારે રોષ ફેલાઇ ગયો હતો.પોતાની ફરજ નિભાવવા ગયેલા કર્મચારીઓને માર મારતા વીજ કંપનીના કર્મીઓનો કાફલો રૂરલ પોલીસ મથકે જમા થઇ ગયો હતો.જ્યાં પીએસઆઇ રાણા સમક્ષ હકીકત રજૂ કરાઇ હતી.

વડોદરા ગુ.ઉર્જા વિકાસ નિગમના કર્મીઓ વલસાડ આવ્યા હતા
મીટરમાં ચેડા ન થાય તે માટે વીજ કંપની દ્વારા ગામડાઓમાં ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે.દરમિયાન વલસાડમાં વડોદરાની ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ટીમ આવી પહોંચી હતી.જેને લઇ વલસાડ તાલુકામાં વીજ ચોરીના બનાવો ડામવા સ્થાનિક વીજ કંપનીની ટીમ મીટર ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી.દરમિયાન ફલધરા વિસ્તારમાં વીજ ચોરી ઝડપાતાં કેટલાક અસામાજિક તત્વોએ ટીમના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...