તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અટગામના યુવક પર જૂની અદાવતે 2 ઇસમોનો હુમલો

વલસાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવક સિવિલમાં 2 દિવસની સારવાર બાદ ભાનમાં આવ્યો

વલસાડ તાલુકાના અટગામ ખાતે રહેતો અને પારડી GIDCની એક કંપનીમાં કામ કરતો યુવકને ચંદ્રપુરના પુલ પાસે 2 ઈસમોએ માર માર્યો હતો. યુવક બેભાન હાલતમાં 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. 2 દિવસ બાદ યુવક પાસેથી જાણકારી મેળવીને પત્નીએ પારડી પોલીસ મથકે ફરિયાદ અરજી કરી હતી.

વલસાડ તાલુકાના અટગામમાં રહેતો ચેતન પટેલ નજીકમાં રહેતા કિરણભાઈ સાથે 29 નવેમ્બરના રોજ વાપી GIDC ખાતે કિરણભાઈની બાઈક ન. GJ-15-JJ-3230 લઈને નોકરી કરવા ગયો હતો. નોકરીથી કિરણભાઈ સાથે તેમની બાઈક ઉપર સાંજે ચેતન પટેલ પરત ઘરે આવી રહ્યો હતો. જે દરમિયાન 2 ઈસમોએ ચંદ્રપુર બ્રિજ પાસે કિરણભાઈની બાઈક અટકાવી કરણભાઈને નીચે ઉતારી ચેતનને ક્યાંક લઈ ગયા હતા. જ્યાં ચેતનને માર મારી બેભાન કરી દીધો હતો.

ચેતન બેભાન હાલતમાં સ્થાનિક લોકોને મળી આવતા સ્થાનિક લોકોએ 108ની મદદ વડે ચેતન પટેલને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જ્યાં સિવિલ હોસ્પિટલના સ્ટાફે બેભાન ચેતનને સારવાર કરી હતી. બનાવ અંગે ચેતનની પત્ની રમીલાબેનને જાણ થઈ હતી. રમીલાબેન પટેલે 6 ડિસેમ્બરે રાત્રે પારડી પોલીસને પતિ ચેતનને માર મારનાર ઈસમો સામે ફરિયાદ અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો