અથોલા ગામના ખેડુત પરિવારને બીલ્ડર દ્વારા બદઇરાદા પુર્વક રૂપિયા 12684000ની છેતરપિંડી કરી પડાવી પાડતા એસપીને લેખિત ફરિયાદ કરી એટ્રોસિટી એક્ટ અને ઇન્ડીયન પેનલ કોડના આધારે કાર્યવાહી કરવા માગ કરી છે. દાનહના અથોલા ગામે રહેતા અર્જુન છોટુભાઈ પટેલ જેઓની ખેતીવાળી જમીન સર્વે નંબર 222પી પૈકીવાળી જમીન 0.52હેકટર હતી જે વારસાગત મળેલ જેમાં ખેતી કરી ગુજરાન ચલાવતા હતા વર્ષ 2015માં તેમના ઘરે અજિત રમેશ પાટીલ અને બાબુ એમપી આવેલા જેમણે તમારી જમીન વેચાતી લેવા માંગીએ છીએ.
એક કરોડ છવીસ લાખ ચોરીયાસી હજાર રૂપિયા પુરા આપીશુ એવી લાલચ આપી જમીન વેચાણ કરાર કરેલ અને અજિત પાટીલ અને બાબુએમપીએ જે કાગળો પર સહી અને અંગુઠાનુ નિશાન આપવા કહેલ તે કાગળો પર સહી અને અંગુઠાનુ નિશાન કરી તામિલનાડુ મર્કન્ટાઈન બેન્કમાં વર્ષ 2020માં ખાતુ ખોલાવેલ બાદમાં અમને ચેકબુક અને પાસબુક મળેલ જે અજિત અને બાબુએ લઇ લીધી હતી અને ચેકો પર સહી કરાવી લીધી હતી.
જે પરત આપવામાં આવેલ નથી.ફરિયાદીના બેંક ખાતામાં 26ફેબ્રુઆરી 2020ના દિનથી ઓગસ્ટ મહિના સુધીમાં અલગ અલગ કુલ 1.25 કરોડ રૂપિયા અજિત અને બાબુ એમપી ઉપાડી લીધા હતા. બીજા એક એકાઉન્ટ સવિતાબેન છોટુભાઈ પટેલના ખાતામાંથી પણ છેતરપિંડી કરી પૈસા ઉપાડી લેવામાં આવેલા. આ રીતે અજિત પાટીલ અને બાબુએમપીએ બેંક સાથે મળી અમારી સાથે છેતરપિંડી કરવામા આવી છે જેથી આ બન્ને વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને ઇન્ડિયન પેનલ કોડના આધારે કાર્યવાહી કરવા માંગ કરી છે..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.