દાનહના અથાલ ગામે બળદ પર અત્યાચાર ગુજારનાર ખેડૂત સામે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ભભૂક્યો છે અને કાર્યવાહીની માગ કરાઇ છે. દાદરા નગર હવેલીના અથાલ ગામે એક ખેડૂત દ્વારા બળદને છેલ્લા દસ દિવસથી કાળઝાળ ગરમી વચ્ચે બહાર રાખી સતત લાકડાં વડે માર મારી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. આ અંગેનો વિડિયો કોઇએ સોશિયલ મિડિયમમાં વાયરલ કરી દેતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે અને આ ખેડૂત સામે એનિમલ કરુઅલટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.