• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • At Valsad's Bhagdavada Polling Station, A Patient Casts His Vote On Such A Stretcher In An Ambulance At The Polling Station.

સ્ટ્રેચર ઉપર મતદાન:વલસાડના ભાગડાવડા ગામે દર્દીએ એમ્બ્યુલન્સમાં મતદાન મથકે આવી સ્ટ્રેચર ઉપર મતદાન કર્યું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાન સાઉથ આફિકા ખાતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે વલસાડ ખાતે પરત ફર્યો હતો
  • બે-ત્રણ દિવસ પહેલા યુવકનું વલસાડની હોસ્પિટલમાં પગ અને કમરનું ઓપરેશન કરાયું
  • યુવાને મતાધિકારનો ઉપયોગ કરી અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરણારૂપ અપીલ કરી

આજે રવિવારના રોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વલસાડ જિલ્લાના મતદારોએ હોંશે હોંશે મતદાન કર્યુ હતું. આ દરમિયાન વલસાડના ભાગડાવડાના મતદાન મથકે એક દર્દીએ એમ્બ્યુલન્સમાં મતદાન મથકે આવી સ્ટ્રેચર ઉપર મતદાન કરી લોકોને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી હતી.

વલસાડના ભાગડાવડા ગામના કરીમ નગર ખાતે રહેતો તબ્રેશ કિલું નામનો યુવાન સાઉથ આફિકા ખાતે એક મહિના પહેલા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે પોતાના વતન વલસાડ ખાતે પરત ફર્યો હતો. આ યુવાન વલસાડની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી સારવાર લઈ રહ્યો હતો. નોંધનીય છે કે બે કે ત્રણ દિવસ પહેલા યુવકનું વલસાડની હોસ્પિટલમાં પગ અને કમરનું ઓપરેશન કરાયું હતું.

ઓપરેશન બાદ યુવક આજે રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીના મહાપર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવા હોસ્પિટલથી એમ્બ્યુલન્સમાં મતદાન મથકે આવ્યો હતો. ભાગડવાડાના મતદાન મથકે એમ્બ્યુલન્સની સ્ટેચર ઉપર મત કુટીર સુધી જઈને યુવાને મતાધિકારનો ઉપયોગ કરી અન્ય મતદારોને પણ મતદાન કરવા પ્રેરણારૂપ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...