અકસ્માત:વલસાડ રેલવે સ્ટેશન ખાતે એક રેલયાત્રીનો ખેંચ આવતા પ્લેટફોર્મ પર પટકાયો, હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ રેલવે સ્ટેશન ખાતે એક યાત્રીને ખેંચ આવતા રેલયાત્રી પ્લેટફોર્મ ઉપર પટકાયો. રેલ યાત્રીઓ અને સ્થાનિક સ્ટોલ ધારકો તાત્કાલિક ખેંચથી પીડાઈ રહેલા રેલ યાત્રીની મદદે દોડી આવ્યા હતા. 108ની ટીમની મદદ લઈને રેલવેના યાત્રીને સિવિલ હોસ્પિટલ ખસેડતા યાત્રીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે તેના પાકિટમાં મળેલા ATM કાર્ડના આધારે તપાસ હાથ ધરી છે.

વલસાડ રેલવે સ્ટેશન ખાતે રણધીરકુમાર સિંઘ નામનો રેલયાત્રી 2જી ઓગસ્ટના રોજ એક ટ્રેનમાં યાત્રા કરવા માટે રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ટ્રેનની રાહ જોઈ ઉભો હતો, જે દરમિયાન રણજીત કુમાર સિંઘને ખેંચ આવતા પ્લેટફોર્મ નંબર 2 ઉપર પટકાયો હતો. ઘટનાની જાણ રેલયાત્રીઓ અને સ્ટોર ધારકોને થતા તાત્કાલીક ખેંચથી પીડાતા યાત્રીની મદદ કરવા દોડી આવ્યા હતા. સ્ટોલ ધારકોએ તાત્કાલિક રેલવે સ્ટેશન માસ્ટરને બનાવની જાણ કરાઈ હતી. વલસાડ રેલવે સ્ટેશન માસ્ટરે 108 ની ટીમની મદદ લઈ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે તેને ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે રણજીત કુમાર સિંઘને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પાકીટમાંથી તેના બાળકોની શ્રી વિદ્યાલય ઇંગ્લીશ મીડીયમ સ્કુલની 2 અલગ અલગ રસીદ અને SBI બેન્કના ATM ના આધારે મૃતકનું નામ રણધીરકુમાર સિંઘ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પાસે ટેલીફોન કે અન્ય ઓળખના કે એડ્રેસના આધાર પુરાવા મળ્યા ન હોવાથી વલસાડ રેલવે પોલીસે ATMના આધારે મૃતકનું નામ રણધીરકુમાર સિંગ હોવાનું માની બેંકના અધિકારીઓ પાસેથી સરમાંનું મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...