તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવતી અમાસ:વલસાડના તિથલ ખાતે પિતૃ તર્પણ અને સમુદ્ર સ્‍નાન કરવા માનવ મહેરામણ ઉમટ્યું

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુણ્યનું ભાથું બાંધવા તિથલ દરિયા કિનારે સમુદ્રસ્નાનનું અનેરું મહત્વ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ, સોમવાર અને સોમવતી અમાસના શુભ સંયોગના પાવન દિવસે પ્રથમ વ્‍હેલી સવારથી વલસાડ જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાંથી તિથલ બીચ ખાતે મૃતકોના તર્પણ અને સમુદ્ર સ્‍નાન પિતૃ તર્પણ કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. જિલ્લાના અને આજુબાજુના વિસ્તારોમાંથી પિતૃ તર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા.

કોરોના મહામારી અને કોવિડ ગાઈડ લાઈન વચ્ચે સહેલાણીઓ જાહેર નામનો ભંગ કરતા પણ જોવા મળ્યા હતા. જિલ્લા કલેક્ટરે સમુદ્ર સ્નાન કરવાની પરવાનગી આપી ન હોવા છત્તા સોમવતી અમાસ નિમિત્તે પિતૃ તર્પણ કરવા આવેલા પરિવાર જનોએ સમુદ્ર સ્નાન કરીને કોવિડ ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાવ્યા હતા. તિથલ બીચ ખાતે ભીક્સુકોને અન્ન દાન કરીને સોમવતી અમાસ નિમિત્તે પિતૃ તર્પણ કરવા આવેલા લોકોએ ધન્યતા અનુભવી હતી.

વલસાડ શહેર નજીક આવેલા તિથલ દરિયા કિનારે શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમવતી અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં પિતૃ તર્પણ કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પાડયા હતા. ગત વર્ષોમાં કોરોના મહામારી દરમ્યાન મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ કરવા તિથલ બીચ ખાતે આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પિતૃ તર્પણ કરીને સમુદ્ર સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...