સહેલાણીઓ ઉમટ્યા:વલસાડના તિથલ બીચ ખાતે ભાઈ બીજના દિવસે રજા માણવા સહેલાણીઓ ઉમટી પડ્યા

વલસાડ21 દિવસ પહેલા
  • આરોગ્ય વિભાગની ટીમે બીચ ખાતે સ્ક્રીનીંગ હાથ ધર્યું
  • દરિયાના કિનારે આવેલા સુપ્રસિદ્ધ સાઈ બાબા મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાં પણ સહેલાણીઓની ભીડ

વલસાડના તિથલ બીચ ખાતે ભાઈબીજ નિમિત્તે સહેલાણીઓની ભારે ભીડ ઉમટી હતી. કોરોના મહામારીમાં સુપ્રસિદ્ધ તિથલ બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો. જોકે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા આ વર્ષે સહેલાણીઓ માટે તિથલ બીચને ખુલ્લો રાખવામાં આવ્યો હતો. ત્યારે નવા વર્ષના દિવસથી સહેલાણીઓની ભીડ તિથલ બીચ ઉપર તથા તિથલ બીચ પર આવેલા મંદિરોમાં જોવા મળી હતી.

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા વલસાડ જિલ્લાનો અને દક્ષિણ ગુજરાતનો સુપ્રસિદ્ધ તિથલ બીચ ખાતે દિવાળીની રજા માણવા માટે વહેલી સવારથી જ સહેલાણીઓની ભીડ જોવા મળી રહી હતી. તિથલ દરિયાના કિનારે આવેલા સુપ્રસિદ્ધ સાઈ બાબા મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાં પણ સહેલાણીઓની ભીડ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે ગત વર્ષે તિથલ બીચ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો. હાલ સરકાર દ્વારા કોવિડ ગાઈડલાઈનના નિયમો હળવા કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના ગાઈડ લાઈન સાથે બીચ સહેલાણીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તિથલ બીચ અને બંને મંદિરો ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દિવાળીની રજા માણવા વહેલી સવારથી જ બીચ અને મંદિર ખાતે સહેલાણીઓ મોટી સંખ્યામાં નજરે પડ્યા હતા.

જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવા માટે તિથલ બીચ અને સાંઈબાબા મંદિર ખાતે સાહેલાણીઓનું સ્ક્રીનીંગ અને લક્ષણો ધરાવતા સહેલાણીઓને RT-PCR ટેસ્ટ માટે કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં દૂરથી આવતા સાહેલાણીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

તિથલ બીચ ઉપર ગ્રામપંચાયત દ્વારા કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા સહેલાણીઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સહેલાણીઓ પણ કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરતા નજરે ચઢ્યા હતા. સહેલાણીઓએ તિથલ બીચની સાહેલગાહ માણી રાહત અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...