• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • At Talsadi, Adjacent To Valsad District, BJP Leader Subramaniam Swamy Expressed Displeasure Over The Decision To Withdraw Agricultural Laws.

નારાજગી:વલસાડ જિલ્લાને અડીને આવેલા તલસાડી ખાતે ભાજપ અગ્રણી સુબ્રમણીયમ સ્વામીએ કૃષિ કાયદા પરત લેવાના નિર્ણય ઉપર નારાજગી વ્યક્ત કરી

વલસાડ11 દિવસ પહેલા
  • BJP શાસિત રાજ્યોમાં અમલીકરણ કરવી તેના ફાયદા ખેડૂતોને દર્શાવવાની જરૂર હતી: BJPનેતા સુબ્રમણિયમ સ્વામી

વલસાડ જિલ્લાને અડીને આવેલા તલસાડી ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિર રહેલા BJP અગ્રણી નેતા સુબ્રમણિયમ સ્વામીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિબીલ પરત લેવાના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે.

સુબ્રમણિયમ સ્વામીએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનને દેશના BJP શાસિત રાજ્યોમાં કૃષિબીલ અમલ કરવી તેમાં ખેડૂતોને થતા લાભો બતાવી દેશમાં કૃષિબીલ લાવવા સુજાવ આપ્યો હતો. મોદીજીની નજીકના નેતાઓ તેમને ખોટા માર્ગે દોરવી રહ્યા હોવાનું જણાવી કૃષિબીલ પરત ખેંચવાના નિર્ણય સામે BJPના સિનિયર નેતાએ નારાજગી વ્યક્ત કરી હતી.

દેશમાં એક વર્ષ પહેલાં કૃષિબીલ કાયદાને લાગુ કર્તાની સાથે પંજાબ સહિત અનેક રાજ્યોમાં ખેડૂત બીલનો વિરોધ જોવા મળ્યો હતો. જેને લઈને ગુરુનાક જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધન કરીને કૃષિબીલ પરત ખેંચવાની જાહેરાત કરી જતી. કૃષિબીલ પરત ખેંચવાની જાહેરાત કર્તાની સાથે આંદોલન કરી રહેલા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી.

વલસાડ જિલ્લાને અડીને આવેલા તલસાડી ખાતે BJPના સિનિયર નેતા સુબ્રમાણિયમ સ્વામીએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં કૃષિબીલ પરત લેવાના નિર્ણય ઉપર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મોદીજીએ કૃષિબીલ સમગ્ર દેશ ઉપર લાગુ કરતા પહેલા BJP શાસિત રાજ્યો ઉપર અમલવારી કરવી ખેડૂતોને થતા ફાયદાઓ અંગે સમગ્ર દેશના ખેડૂતોને ઉદાહરણ પૂરું પડવાની જરૂર હતી. સુબ્રમણિયમ સ્વામીએ મોદીજીની આપેલા પ્રસ્થાવ મુજબ ન કર્યું હોવાનું જણાવ્યું હતું. સાથે કૃષિબીલ પરત લેવાનો નિર્ણય સામે પિતાની નારાજગી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...