રાહત:આખરે પ્રશાસન જાગ્યું, દાનહના ખખડધજ માર્ગનું મરામત કામ શરૂ

સેલવાસ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિ. પં. પ્રમુખ અને સભ્યો ભાજપમાં જોડાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું

દાનહમાં ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે દાદરાથી લઇ ખાનવેલ સુધીનો મુખ્ય માર્ગ એકદમ જર્જરિત થઇ ગયો હતો. જેના કારણે વાહનચાલકોને ઘણી જ તકલીફો પડતી હતી. કેટલીક જગ્યા પર તો મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા હતાં. જેને પૂરવાની કામગીરી કરવામાં આવતી પણ ફરી વરસાદ પડતા જૈસે થે હાલત રહેતી હતી દાનહ કલેક્ટરને તેમજ લાગતા વળગતા વિભાગોને વારંવાર રજૂઆત કરવા છતા પણ રસ્તાઓનું યોગ્ય રિપેરીંગ કામ કરવામાં આવતુ ન હતુ.

જોકે દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત સભ્યોએ ભાજપામાં પ્રવેશ મેળવતા જ પ્રશાસન દ્વારા માર્ગો મરામતનું કામ શરૂ કર્યું છે. પીડબ્લ્યુડી વિભાગ દ્વારા હાલમાં સેલવાસથી ખાનવેલ તરફના રસ્તા પર રિપેરીંગ હાથ ધર્યું છે. જે રીતે મુખ્ય રસ્તાની કામગીરી શરૂ કરી છે એજ રીતે અંતરિયાળ વિસ્તારના રસ્તાઓની પણ મરામત કામગીરી હાથ ધરાશે એવું વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...