કૉંગ્રેસના ઉમેદવારની ગાડા સવારી:ધરમપુર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર કિશન પટેલ ગાડામાં સવાર થઈ ફોર્મ ભરવા માટે પહોંચ્યા

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાની ધરમપુર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ કિશનભાઈ પટેલે પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીના વિરોધના કરવા બળદ ગાડામાં પ્રાંત અધિકારી કચેરીએ પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. દિવસે દિવસે વધતી જતી મોંઘવારીના વિરોધ પ્રદર્શન સાથે ધરમપુર ખાતે ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ કાર્યકરો સાથે બળદ ગાડામાં આવી પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. ધરમપુર બેઠક ઉપર કોંગ્રેસમાંથી ઉમેદવારના નામ જાહેર થયું નથી. પ્રદેશ કક્ષાએથી મળેલી સુચનાના આધારે કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોમ ભર્યું હોવાનું જણાવ્યું હતું.

વલસાડ જિલ્લાની ધરમપુર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષમાંથી દાવેદારી નોંધાવવા કલ્પેશ પટેલ અને કિશન પટેલ સામે સામે આવી ગયા છે. કિશન પટેલે આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં બળદ ગાડાંમાં પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી પેટ્રોલ ડીઝલના ભાવ વધારો અને મોંઘવારીના વિરોધના પ્રતીક રૂપે બળદ ગાડામાં પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ધરમપુર સહિત રાજ્યની ઘણી બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. ત્યારે કિશન પટેલે મેન્ડેટની અપેક્ષાએ ઉમેદવારી ભરી દીધી હતી. આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ક્યાં ઉમેદવાર ઉપર મહોર લગાવવામાં આવશે તે આગામી દિવસોમાં જોવું રહ્યું

આજે સવારે ધરમપુર કાર્યાલય ખાતે સભાનું આયોજન કર્યું હતું. જેમાં કોંગ્રેસમાં નવા જોડાયેલા કલ્પેશ પટેલ તેમના સમર્થકો સાથે કલ્પેશ પટેલના જંડા સાથે આવી પહોંચ્યા હતા. જેને લઈને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે કોંગ્રેસના ફ્લેગની જગ્યાએ તમારા ફ્લેગ કેમ લઈ આવ્યા તેમ જણાવતા કલ્પેશ પટેલ નારાજ જોવા મળ્યા હતા. અને કલ્પેશ અને તેમના સમર્થકો કોંગ્રેસ કાર્યાલયથી નારાજ થઈને જતા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...