ધરમપુર હોસ્પિટલની સિદ્ધિ:ધરમપુર ખાતે સાપના ઝેરમાંથી અનેક દવાઓનું વિશ્વકક્ષાએ સંશોધન કરીને લોક ઉપયોગી બનશે કેન્દ્ર

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ધરમપુર પંથકમાં વિશ્વ કક્ષાનું સપમાંથી ઝેર કાઢી તેનો દવા તરીકે ઉપયોગ કરવા માટેનું રિસર્જ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 3000 જેટલા સાપને રાખી શકાય તેવી કેપેસિટી ધરાવતું સેન્ટર છે. જેમાં સામાન્ય નાગરિકોનો જીવ બચાવવામાં ભારે સફળતા મળી રહી છે. અત્યાર સુધીમાં ધરમપુરની હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં ડો. ડી સી પટેલે સારવાર આપીને ઝેરી સાપ કરડી ગયેલા લોકોનો જીવ બચાવવામાં સફળતા મળી છે. સપનું ઝેર લોકોને બચાવવામાં પણ ઉપયોગી આવી શકે છે.

વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા એવા ધરમપુર ખાતે બનશે સાપના ઝેરમાંથી ઝેર વિરોધી દવાનું વિશ્વ કક્ષાનું સંશોધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશની ગાઇડલાઇન મુજબ ટૂંક સમયમાં વિશ્વકક્ષાનું 3,000 સાપોને રાખી શકાય અને સર્પ સંશોધન કેન્દ્ર શરૂ થવા જઇ રહ્યું છે. આ કેન્દ્રનો મુખ્ય હેતુ રીજન સ્પેસિફિક એન્ટિ વેનમ ઇન્જેક્શન માટે થશે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પકડાયેલા વિવિધ સજાતિના ઝેરી સાપોને ધરમપુર ખાતે લાવવામાં આવશે. આ સર્પ ગૃહમાં રાખવામાં આવશે ત્યાર બાદ આ વિવિધ સાપોમાંથી ઝેર કાઢીને એક ખાસ પ્રક્રિયા થકી લાઇઓફિલાઈઝડ પાવડર તૈયાર કરી સાપ ના ઝેરના વિરોધી દવા બનાવતી અલગ અલગ કંપનીઓમાં અપાશે અને ત્યાં આગળ ઝેર વિરોધી ઇન્જેક્શન બનાવાશે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે હાલ તો 3000 સર્પ રાખવાની મંજૂરી મળી ગઈ છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી કોબ્રા, રસેલ વાઈપર સહિતના અતિ ઝેરી સાપોને અહીં આગળ લાવી તમામનું ઝેર કાઢવામાં આવશે. વિશ્વમાં પહેલીવાર ધરમપુરના માલનપાડામાં વનવિભાગ ખાતે સર્પગૃહ શરૂ કરાયું છે અને ત્યાં 40થી વધુ ઝેરી સાપોને રાખી તેમનું ઝેર કાઢી પાવડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાપોની સંભાળ માટે ટ્રેન્ડ ક્યુરેટર, વેટરનરી ડૉક્ટર, ટેકનિકલ સ્ટાફ તથા કન્સલટન્ટની નિમણૂક થઈ છે. જે સમયાંતરે સાપોની તંદુરસ્તીની તપાસ કરી ખોરાક-પાણી સહિતની દેખરેખ રાખે છે. ત્યારે સાપો માંથી ઝેર કલેક્શન બાદ તેના પર પ્રક્રિયા કરી લાયોફિલાઇઝરથી પાઉડર તૈયાર થશે. દેશમાં એન્ટી વેનમ ઈન્જેક્શન બનાવતી કંપનીઓ સાથે SRI ધરમપુર એગ્રિમેન્ટ કરશે. ત્યાર બાદ ઇન્જેક્શન સરકારને પણ દાન કરાશે.અને સર્પ દંશથી મૃત્યુ પામતા લોકોના આંકમાં ઘણું મદદ રૂપ બનશે

અન્ય સમાચારો પણ છે...