પાણીની સમસ્યાનો અંત:ધરમપુર અને કપરાડામાં પીવાના પાણીની સમસ્યા નિવારવા અસ્ટોલ પાણી પુરવઠા યોજના આશીર્વાદ રૂપ બનશે

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નલ સે જલ યોજના હેઠળની લોકોને ઘરેઘર નળ કનેશન અપાયા
  • 10 તારીખે પ્રધાનંત્રી યોજનાનું ઉદ્ઘાટન કરશે

વલસાડના કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારની વરસોની પાણી સમશ્યાનો હવે અંત આવશે. દેશના વડાપ્રધાનનું સ્વપ્નું હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. 2018માં વલસાડ તાલુકાના જૂજવા ખાતે વડાપ્રધાનના હસ્તે ખાર્ત મુહર્ત અસ્ટોલ યોજનાનું દેશ ના વડાપ્રધાન એ કર્યું હતું અને આવનારી 10મી જૂને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા 586 કરોડની યોજનાનું ઉદ્ઘાટન કરી યોજનાને અમલમાં મુકશે. જેને લઈ એસ્ટોલ યોજનાની કામગીરી 90% પૂર્ણ થઇ ચુકી છે.

વલસાડ જિલ્લાનું કપરાડા એ દેશનું બીજું ચેરાપુંજી ગણાય છે. અહીં 125થી 150 ઇંચ જેટલો વરસાદ ચોમાસામાં પડે છે. પથરાળ જમીન હોવવાના કારણે ઉનાળો આવતા જ પીવાના પાણી માટે લોકો વરસોથી વલખા મારે છે. નદી, નાડા, કુવા, વેરી, બોરિંગમાં પાણી સુકાઈ જાય છે પાણી નીચે ઉતારી જાય છે. જેને પગલે લોકોમાં પાણીની બુમરામાં ઉઠે છે. ત્યારે આ સંશયનું નિરાકરણ કરવા હાલના પાણી પુરવઠા મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ તત્કાલીન મુખમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન પાસે મૂકી હતી. ત્યારે આ સમશ્યાનું નિરાકરણ લાવવા ગુજરાત સરકાર અને તે સમયે મુખ્યમંત્રી અને હાલ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વેના ઓર્ડર આપ્યા હતા. તે સર્વે બાદ દમણ ગંગા નદી પર બનેલા મધુબન ડેમનો પાણીનો અપૂર પાણી જથ્થો કપરાડા અને ધમપુરના ગામડાઓ સુધી પોહ્ચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 2018માં અસ્તોલ ગામના નામે અસ્તોલ પાણીની યોજનાનું દેશના વડાપ્રધાનએ કર્યું.

જે બાદ મધુબન ડેમમાંથી પાણીના મોટા સંપ અનાવી કપરાડાના 124 ગામ અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારના 50 જેટલા ગામોમાં પાણી કઈ રીતે પહોંચાડવુ એ યોજના અંતર્ગત વાસ્મો અને અસ્ટોલના ધિકારીઓ 12 જટલાંયુનિટ બનાવી કામે લાગ્યા હતા. 1200 ફળિયામાં 1200 જેટલા સંપ બનાવી ઘર ઘર નળ આપી પાણી ગ્રેવિટીથી ડુંગર પર ધરમપુર અને કપરાડાના ગામોના લોકેશનના સર્વે કરી ત્યાં મોટા સંપ હાઉસ બનાવી ડેમનું પાણી મોઇટર દ્વારા ચઢાવી ત્યાંથી ગામે ગામ ઘરે ઘરે પહોચાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. 2018થી શરૂ થેયેલી કામગરી આજે 2022માં પૂર્ણતાના આરે છે. હવે આવનારા વર્ષોમાં કપરાડા અને ધરમપુર પાણી માટે વલખા ન મારે અને ઘર ઘર લોકોને પાણી પાણી મળે તેવા આયોજનથી સૌથી મોટી પાણીની પાઇપ લાઈનનું જોડાણ સાથે એસ્ટોલ યોજના સાકાર થઇ છે.

હાલ એસ્ટોલ યોજનાનું પાણી 1200 ફળિયા એટલે કે, ધરમપુર તાલુકા અંતરિયાળ વિસ્તારના 50 ગામ અને કપરાડા તાલુકાના 124 ગામમાં સંપ બન્યા મોટરો લાગી અને ઘરે ઘરે નળ કનેકશન અપાય અનેટેસ્ટિંગ થઇ પાણી પણ ચાલી કરી દેવાયું છે. દર વર્ષે ઉનાળામાં કપરાડા અને ધરમપુર પાણી સમસયાનું નિરાકરણ લાવવા ઉનાળામાં ટેન્કરો મોકલવામાં આવતા પરંતુ આ વર્ષે એક પણ ટેન્કર કપરાડા ધરમપુરના ગામડાઓમાં ગયું નહીં એટલે એસ્ટોલનું પાણી ત્યાં પહોચ્યું. કપરાડાના ધારાસભ્યની રજૂઆત અને અને આદિવાસીઓની સમસ્યાનું નિરાકરણ લાવવા દેશના વડાપ્રધાને જોયેલું સપનું હવે સંપૂર્ણ પૂર્ણ થશે. ત્યારે 10 તારીખે ચીખલીના ખુડવેલ ગામે આવનાર દેશના વડાપ્રધાન લાખોની જનમેદનીમાં એસ્ટોલ પાણી યોજનાનું ઉદ્ઘાટન કરી પોતાનું સપનું પૂર્ણ કરશે.

અન્ય સમાચારો પણ છે...