લાખો લીટર પાણીનો વેડફાટ:વલસાડના તીસ્કરી જંગલ ગામ પાસે અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની લાઈનમાં ભંગાણ, 20 ફૂટ ઊંચો ફૂવારો ઊડ્યો

વલસાડ17 દિવસ પહેલા
  • ખેડૂતોએ નજીકમાં કરેલી નગલીની ખેતીમાં ભારે નુકશાની

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ચોમાસામાં વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠે છે. કપરાડા અને ધરમપુર તાલુકાના વિસ્તારોમાં લોકો ધોધ જોવા આવતા હોય છે. ત્યારે તીસ્કરી જંગલ ગામના કસાડ ફળિયામાં અસ્ટોલ પાણી પુરવઠા યોજનામાં ભંગાણ પડતા 20 ફૂટ ઊંચા ફૂવારાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અસ્ટોલ પાણી પુરવઠા યોજનાનું લાખો લીટર પાણીનો કૃત્રિમ ધોધ જેવા દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ ઘટના અંગે તાત્કાલિક પાણી પુરવઠા વિભાગની જાણ કરતા અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લિકેઝ રીપેરીંગ કામગીરી હાથ ધરી હતી.

પાઈપલાઈનમાં ભંગાણથી લાખો લીટર પાણીનો વેડફાટ
ચોમાસુ આવતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં કુદરતી સોંદર્ય નિહાળવા આવતા હોય છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાઓમાં આવેલા ડુંગરો અને તેમાંથી નીકળતા ધોધ તેમજ આજુબાજુના વિસ્તારની હરિયાળી અને કુદરતી સુંદરતા નિહાળવા આવતા હોય છે. ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલું તીસ્કરી જંગલ ગામ ખાતે આવેલા કસાડ ફળિયામાં પસાર થતી અસ્ટોલ પાણી પુરવઠાની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેને લઈને લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

પાઈપલાઈન લીકેજ થતા ખેતીને નુકસાન
તીસ્કરી જંગલ ગામ ખાતે આવેલા કસાડ ફળિયાના ખેડૂતોએ રોપેલી નાગલીના પાકમાં ભારે નુકશાન પહોચાડ્યું હતું. અસ્ટોલ પાણી પુરવઠા ની લાઈનમાં ભંગાણ પડ્યું હોવાની જાણ ગામના અગ્રણીઓ અને સ્થાનિક લોકોને થતા લેખો ક્યુસેટ પાણી નો બગાડ થતો જોઈ તાત્કાલિક પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા અસ્ટોલ પાણી પુરવઠા યોજનાના અધિકારીઓ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી અસ્ટોલ પાણી પુરવઠાની લાઈન બંધ કરી લિકેઝ રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી.

ફોર્સ સાથે પાણી ઉપર ફેંકાતું હોવાથી પાઈપનો જોઈન્ટ ખુલી જતા ઘટના બની હતી
તીસ્કરી જંગલ ગામ ખાતે પસાર થતી અસ્ટોલ પાણી પુરવઠાની લાઈનમાં ફોર્સના લીધે જોઈટ ખુલી જતા ભંગાણ સર્જાયું હતું. ઘટનાની જાણ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાઈન બંધ કરી લીકેજ રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...